This Is Why Trump Pressures India To Provide Hydroxychloroquine
  • Home
  • Corona live
  • ટ્રમ્પ આ દવા આપવા ભારત પર કેમ બનાવી રહ્યા છે દબાવ? સામે આવી ચોંકાવનારી માહિતી

ટ્રમ્પ આ દવા આપવા ભારત પર કેમ બનાવી રહ્યા છે દબાવ? સામે આવી ચોંકાવનારી માહિતી

 | 11:06 pm IST

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગત દિવસોમાં દાવો કર્યો હતો કે કોરોના વાયરસ સામે લડવામાં હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવા ઘણી જ કારગર સાબિત થઈ શકે છે. એટલું જ નહીં તેમણે પીએમ નરેન્દ્ર મોદીને ફોન કરીને આનો નવો પુરવઠો મોકલવા માટે આગ્રહ કર્યો હતો, કેમકે ભારત આ દવાનું સૌથી મોટું ઉત્પાદક છે. ટ્રમ્પ સતત કોરોના વાયરસને પહોંચી વળવા માટે આ એન્ટી-મેલેરિયા ટેબલેટનાં ઉપયોગ પર ભાર આપી રહ્યા છે, જ્યારે અનેક વૈજ્ઞાનિક માની ચુક્યા છે કે કોરોના વાયરસ પર આની અસરની કોઈ પુષ્ટિ નથી.

દવા કંપનીમાં શેર છે કારણ?

આખરે ડોનાલ્ડ ટ્રમ્પ આ દવાને લઇને ભારત પર કેમ આટલો દબાવ નાંખી રહ્યા છે જેને લઇને અમેરિકી સમાચાર પત્રએ સનસનાટીપૂર્ણ દાવો કર્યો છે. અમેરિકી સમાચાર પત્ર ન્યૂયૉર્ક ટાઇમ્સે દાવો કર્યો છે કે ટ્રમ્પ આ દવા પર એ માટે દાવ રમી રહ્યા છે કેમકે આમાં તેમનો વ્યક્તિગત ફાયદો છે. સમાચાર પત્રએ પોતાની વેબસાઇટ પર લખ્યું છે કે જો હાઇડ્રોક્સીનક્લોરોક્વીનને આખી દુનિયા અપનાવી લે છે તો દવા કંપનીઓને આનો મોટો ફાયદો મળશે, જેમાંથી એક કંપની સૈનોફીમાં ટ્રમ્પનો પણ ભાગ છે. કંપનીનાં અધિકારીઓ સાથે ટ્રમ્પનાં ગાઢ સંબંધો હોવાની પણ વાત કહેવામાં આવી રહી છે.

દવા આપવા માટે ભારતને બતાવી આંખ

ટ્રમ્પે આ દવાનો નવો જથ્થો ભારતને મોકલવા માટે કહ્યું છે જેના પર ભારતનું કહેવું છે કે અમે અમારી જરૂરિયાતો પૂર્ણ કરીશું અને પછી આની નિકાસ કરીશું. તો ડોનાલ્ડ ટ્રમ્પે એ સંકેતો આપ્યા છે કે જો ભારત હાઇડ્રોક્સીક્લોરોક્વીનનાં નિકાસ પર પ્રતિબંધ ના હટાવ્યો તો તે જવાબી કાર્યવાહી કરી શકે છે. આ એક એન્ટી મેલેરિયા ટેબલેટ છે. ભારતમાં મેલેરિયાનાં કેસ દર વર્ષે મોટી સંખ્યામાં આવે છે અને આ જ કારણ છે કે ભારત આનું સૌથી મોટું ઉત્પાદક છે.

ભારત સૌથી મોટું ઉત્પાદક, ચીન બની શકે છે રોડું

સૌથી મોટો ઉત્પાદક હોવાના કારણે દુનિયાનાં દેશોની નિર્ભરતા ભારત પર વધી ગઈ છે. ભારતની ઉત્પાદન ક્ષમતાનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે 30 દિવસમાં 40 ટન ટેબલેટનું પ્રોડક્શન કરી શકે છે. આ દવાને બનાવવા માટે એક્ટિ ફાર્માસ્યૂટિકલ્સિ ઇંગ્રીડિએન્ટ્સની જરૂર પડે છે અને આના 70 ટકા ચીન સપ્લાય કરે છે. ભારતનો દબદબો ઓછો કરવા માટે બની શકે કે ચીન આના ઉત્પાદનમાં રોડું બને.

આ વિડીયો પણ જુઓ: ગુજરાતમાં વધુ 23 પોઝિટિવ કેસ, કુલ 169 કેસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન