This is wrong with adult intercourse, lying to each other without clothes….
  • Home
  • Featured
  • સેક્સ સાથે જોડાયેલી આ વાત ખોટી, કપડાં વગર એકબીજા સાથે સૂઇ જવું….

સેક્સ સાથે જોડાયેલી આ વાત ખોટી, કપડાં વગર એકબીજા સાથે સૂઇ જવું….

 | 2:57 pm IST

હાલ પણ લોકો યૌન સંબંધ પર વાત કરવાની ટાળે છે. વાત ન કરવાના કારણથી યૌન સંબંધની જાણકારી અંગે આદાન પ્રદાન થઇ શકતી નથી. એવામાં ઘણી જગ્યાએથી અમૂક વાતો માલૂમ પડે છે તો આપણે તે વાતને સાચી માની લઇએ છીએ. યૌન સંબંધને લઇને એવી ઘણી ધારણાઓ છે જે આપણા મનમાં ઘર કરી જાય છે. આવો અમે તમને જણાવીએ ઘણી એવી વાતો જે ખોટી છે.


સંબંધ બનાવતી વખતે કોન્ડોમનો ઉપયોગ ન કરી ડિસ્ચાર્જ થતા પહેલા પ્રાઇવેટ પાર્ટને બહાર નીકાળવું ઘણા લોકો સુરક્ષિત માને છે. જ્યારે તે વાત જરાય સાચી નથી. સવારે યુવકોના પ્રાઇવેટ પાર્ટમાં ઉત્થાન એક જરૂરી અને સામાન્ય પ્રક્રિયા છે. ઘણા લોકો માને છે કે યુવતી પ્રથમ વાર સંબંધ બનાવે છે તો તેના પ્રાઇવેટ પાર્ટમાંથી બ્લડ નીકળે છે. જ્યારે તે ખોટી વાત છે. યુવતીનું હાઇમન રમત-ગમત દરમિયાન પણ ફાટી શકે છે.

લોકોના મનમાં ધારણા હોય છે કે બે કોન્ડોમ પહેરવા વધારે સુરક્ષિત છે. પરંતુ બે કોન્ડોમ પહેરવાથી બન્ને કોન્ડોમ્સ વચ્ચે ઘર્ષણ થાય છે અને તે ફાટી પણ શકે છે. તે સિવાય એવી પણ ધારણા હોય છે કે કપડાં વગર એકબીજા સાથે સૂઇ જવું તેને યૌન સંબંધ કહેવામાં આવે છે. જે બિલકુલ ખોટું છે. ઘણી યુવતીઓને માસ્ટરબેશન અંગે કોઇ જાણકારી હોતી નથી. જ્યારે ઘણા લોકોને લાગે છે કે હસ્તમૈથુન ફક્ત યુવકો કરે છે. પરંતુ આ વાત તદ્દન ખોટી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન