This item, including potatoes, is the best for black skin, Deshi remedy
  • Home
  • Fashion & Beauty
  • કાળી ત્વચા માટે બેસ્ટ છે બટેટા સહિત આ વસ્તુ, કરો અસરકારક ઉપાય

કાળી ત્વચા માટે બેસ્ટ છે બટેટા સહિત આ વસ્તુ, કરો અસરકારક ઉપાય

 | 4:19 pm IST

મોર્ડન સમયમાં મહિલાઓ ચહેરાની સુંદરતા વધારવા માટે સમય-સમય પર બ્લીચ અને ફેશિયલ કરાવે છો. બ્લીચ અને ફેશિયલ કરાવવાથી ચહેરા પર અલગજ ચમક આવી જાય છે. તેનાથી ચહેરા પર એકઠી થયેલી ગંદકી પણ નીકળી જાય છે સાથે ત્વચા ચમક કરવા લાગે છે. શુ તમે જાણો છો કે બ્લીચ અને ફેશિયલ સ્કિન ટોન પર નિર્ભર કરે છે. જે મહિલાઓની ત્વચા શ્યામ એટલે ડાર્ક હોય છે. તે લોકોએ ખાસકરીને બ્લીચ અને ફેશિયલ કરાવતા સમયે ઘણી વાતોનું ધ્યાન રાખવું પડે છે. તો આજે અમે તમારા માટે કેટલાક હોમમેડ બ્લીચ અને ફેશિયલ અંગે જણાવીશું જે તમારી શ્યામ ત્વચા માટે બેસ્ટ છે.

બટેટા

બટેટા પણ કુંદરતી બ્લીચનું કામ કરે છે. જો તમારી શ્યામ છે તો તમે બટેટાનો રસ કે તેની સ્લાઇસ કટ કરીને તમારા ચહેરા પર હળવા હાથથી રગડી લો. જેનાથી પણ તમારી શ્યામ ત્વચાના ટેક્સચરમાં ખૂબ બદલાવ આવશે અને ટેનિંગ દૂર થશે.

લીંબુ અને મધ

લીંબુમાં કુદરતી બ્લીચિંગ એજન્ટ હોય છે. જે ચહેરામાં ચમર લાવે છે. લીંબુમાં મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી ચહેરાને હળવા નવશેકા પાણીથી ધોઇ લો. તેનાથી શ્યામ ત્વચા પર ચમક આવી જશે. આ બ્લીચ અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ વખત લગાવો. જેનાથી થોડાક દિવસમાં શ્યામ ત્વચા ગોરી થશે.

ફુદીનો અને કાકડી

સૌ પ્રથમ 200 ગ્રામ ફુદીનાનના પાનમાં એક કાકડીની પેસ્ટ મિક્સ કરી લો. ત્યાર પછી આ પેસ્ટમાં એક કપ ગ્રીન ટી અને ત્રણ ચમચી દહીં મિક્સ કરી લો. આ પેસ્ટમાં લીંબુનો રસ મિક્સ કરો. હવે 20 મિનિટ માટે ઠંડી જગ્યા પર રાખો. ત્યાર પછી ચહેરા પર લગાવી લો. થોડીક વખત ચહેરાને ઠંડા પાણીથી બરાબર ધોઇ લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન