વિશ્વ મહિલા દિનઃ આ મહિલા ડોક્ટરે દોઢ દાયકાની ડયૂટીમાં 4500થી વધુ કર્યા પોસ્ટમોર્ટમ - Sandesh
  • Home
  • Gujarat
  • વિશ્વ મહિલા દિનઃ આ મહિલા ડોક્ટરે દોઢ દાયકાની ડયૂટીમાં 4500થી વધુ કર્યા પોસ્ટમોર્ટમ

વિશ્વ મહિલા દિનઃ આ મહિલા ડોક્ટરે દોઢ દાયકાની ડયૂટીમાં 4500થી વધુ કર્યા પોસ્ટમોર્ટમ

 | 3:12 pm IST

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ગુરુવારે વિશ્વભરમાં ઉજવણી થનાર છે, ત્યારે સુરત સિવિલમાં છેલ્લા દોઢ દાયકાથી મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવી રહેલા મહિલા ડોક્ટરની વાત કરવી અહીં જરૃરી બની જાય છે. આ મહિલા ડોક્ટરે દોઢ દાયકાની ડયૂટીમાં સાડા ચાર હજાર કરતા વધુ પોસ્ટમોર્ટમ કર્યા છે. એક મહિલા તરીકે તેમને પોસ્મોર્ટમ રૃમમાં લાશોની વચ્ચે ઊભા રહેલા જોઈ પુરુષો પણ દંગ રહી જાય છે.

શરૃમાં મને પણ થોડું અટપટું લાગ્યું હતું કે એમ કહેતા ડો. નિશા ચંદ્રા કહે છે કે, વર્ષ ૨૦૦૦થી તેઓએ મેડિકલ ઓફિસર તરીકે રાજ્ય સરકારની નોકરી શરૃ કરી છે. પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર પીએમ કરવાની કામગીરી આવતી હતી. જોકે, મહિને માંડ એકાદ પીએમ કરવાનું આવતું હોય મેડિકલ કોલેજ ખાતે કરાયેલા અભ્યાસની પ્રક્રિયાની સામાન્ય લાગતું હતું. ત્યારબાદ વર્ષ ૨૦૦૪થી સુરત સિવિલમાં ડયૂટી શરૃ થતા થોડું ટફ લાગ્યું હતું. દરરોજ સરેરાશ દસ જેટલા પીએમ કરવાના આવે છે. ફોરેન્સિક મેડિસિન વિભાગના તબીબોના સહકારથી સમય જતા ખૂબ સરળતા આવી ગઈ છે. હવે, બધું નોર્મલ લાગે છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, ઘણી વખત મૃતક સગા પીએમ રૃમમાં આવે છે, ત્યારે (સગાની નજરે દેખાતું હોય તે) લાશોની વચ્ચે એક બિહામણા દ્રશ્યમાં ઊભેલા તેમને જોઈ બોલી ઊઠે,’મેડમ તમને ડર નથી લાગતો’ ઘણી વખત તો નવી નવી પોલીસની નોકરી જોઈન્ટ કરનારા પોલીસકર્મીઓ પણ આ દ્રશ્ય જોઈ દંગ રહી જાય છે. પોસ્મોર્ટમ બાદ તેમણે શંકાસ્પદ લાગ્યા હોય એવા ચાર-પાંચ કેસમાં પોલીસ તપાસ બાદ મર્ડરના ગુના પણ દાખલ થયા છે.