This leg of the daughter's feet payal can make you rich
  • Home
  • Astrology
  • છોકરીના પગની પાયલ પણ તમને બનાવી શકે છે કરોડોપતિ, જાણો

છોકરીના પગની પાયલ પણ તમને બનાવી શકે છે કરોડોપતિ, જાણો

 | 12:01 pm IST

આપણા શાસ્ત્રોમાં સ્ત્રીને માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. જે ઘરમાં સ્ત્રી રોજ સવારે સોળ શ્રૃંગાર કરે છે ત્યા મા લક્ષ્મીનો વાસ હોય છે. જોકે, માતા લક્ષ્મી સોળ શ્રૃંગાળથી સુશોભિત રહે છે. સ્ત્રીઓના સોળ શ્રૃંગારમાં સૌથી મહત્વ હોય છે પાયલ. શાસ્ત્રો અનુસાર પુત્રીના પગની પાયલ પણ તમને ધનવાન બનાવી શકે છે. પાયલ હંમેશા ચાંદી તરીકે ફાયદાકારક હોય છે. કારણકે ચાંદી ચંદ્રમાની ધાતું હોય છે.

ચાંદીની પાયલ પહેરવાથી દરેક કામમાં મન લાગે છે અને સાથે જ ઘરમાં ખુશીનું વાતાવરણ બનેલું રહે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં પાયલની છન-છન સંભળાય છે તે ઘરમાં દિવ્ય શક્તિઓ સદૈવ વિરાજમાન રહે છે.

શાસ્ત્રો અનુસાર જ્યારે ઘરની પુત્રીને વિદાય હોય છે ત્યારે દેવી લક્ષ્મી પણ આપણા ઘરમાંથી જતા રહે છે. જેનાથી ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થઇ જાય છે. જેથી આ સંકટથી બચવા માટે શાસ્ત્રોમાં એક ખાસ ઉપાય જણાવવામાં આવ્યો છે. આવો તમે પણ જાણી લો.

જ્યારે પુત્રીનો સંબંધ નક્કી થાય તો તેના પગમાં ચાંદીની પાયલ પહેરાવી દો અને જ્યારે વિદાય થઇ રહી હોય તો તે સમયે તેના પગમાંથી પાયલ નીકાળીને એક પાયલ તમારી તિજોરીમાં રાખી લો અને બીજી પાયલ તેને આપી દો આમ કરવાથી તમે ધનવાન રહેશો જેનાથી તમને ધનથી જોડાયેલી સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન