આ અક્ષરથી થાય છે તમારા નામની શરૂઆત તો તમારું ભાગ્ય ચમકશે - Sandesh
  • Home
  • Astrology
  • આ અક્ષરથી થાય છે તમારા નામની શરૂઆત તો તમારું ભાગ્ય ચમકશે

આ અક્ષરથી થાય છે તમારા નામની શરૂઆત તો તમારું ભાગ્ય ચમકશે

 | 3:08 pm IST

આજે એવા અક્ષરોના વિશે તમને જણાવવા જઇ રહ્યાં છીએ કે તમારા નામની શરૂઆત થતી હશે તો તમે ભાગ્યશાળી છો.
ચંદ્ર રાશિ પ્રમાણે બધી 12 રાશિઓ માટે જુદા-જુદા અક્ષર જણાવવામાં આવ્યા છે. વ્યક્તિના જન્મ સમયે ચંદ્ર જે રાશિમાં રહેતા હોય, તે જ વ્યક્તિના નામની રાશિ હોય છે. તેને ચંદ્ર રાશિ પણ કહેવામાં આવે છે.

મેષ – (નામ અક્ષર- ચુ, ચે, ચૂ, લા, લી, લુ, લે, લો, અ)
આ રાશિનો સ્વામી મંગળ છે. મંગળ ગ્રહોના સેનાપતિ છે. આ કારણે મેષ રાશિના લોકોમાં નેતૃત્વ કરવાની ક્ષમતા વધારે રહેલી હોય છે. આ લોકો મહેનતની સાથે જ નેતૃત્વની ક્ષમતાને કારણે સફળ થાય છે અને ભાગ્યશાળી કહેવાય છે.

વૃશ્ચિક – (નામ અક્ષર- તો, ના, ની, નુ, ને, નો, યા, યી, યુ)
મેષ રાશિની જેમ જ વૃશ્ચિક રાશિના સ્વામી પણ મંગળ હોય છે. મંગળને કારણે આ રાશિ સાહસી હોય છે. આ રાશિના લોકો કોઇપણ કામમાં જોખમ ખેડવા તૈયાર હોય છે. પોતાનું કામ ઇમાનદારીથી કરે છે. પોતાની મહેનતથી અન્ય રાશિઓથી વધારે શક્તિશાળી બની જાય છે. આ લોકો સારા યોજનાકાર હોય છે.

મકર – (નામ અક્ષર- ભો, જા, જી, ખી, ખૂ, ખા, ખો, ગા, ગી)
મકર રાશિનો સ્વામી શનિ છે. આ કારણે મકર રાશિના લોકો પર શનિદેવની વિશેષ કૃપા રહે છે. આ રાશિના લોકો આત્મવિશ્વાસથી ભરપુર હોય છે. શનિ તેમને સારી નેતૃત્વ ક્ષમતા આપે છે. પુષ્કળ મહેનત અને આત્મવિશ્વાસના જોરે દરેક કામમાં સફળતા મેળવે છે.

કુંભ – (નામ અક્ષર- ગૂ, ગે, ગો, સા, સી, સૂ, સે, સો, દા)
આ રાશિ ચક્રની અગ્યારમી રાશિ છે. તેનો સ્વામી પણ શનિ છે. જો કુંભ રાશિના લોકો ઇમાનદારીથી કામ કરે છે તો શનિ ભરપુર સાથે આપે છે અને પોતાના કાર્ય ક્ષેત્રમાં ઉચ્ચ શિખર પર પહોંચે છે. કુંભ રાશિના લોકો વિચારો વધારે કરે છે અને સાચી યોજના બનાવે છે. તેઓ બુદ્ધિમાન હોય છે. તથા પરિસ્થિઓને ખુબ જ જલ્દી સમજી જાય છે. આ કારણે અન્ય રાશિઓથી વધારે તાકતવર બની આગળ આવે છે.