હાથ પર હશે આ રેખા, તો ગરીબ પણ બની જાય છે માલામાલ - Sandesh
  • Home
  • Astrology
  • હાથ પર હશે આ રેખા, તો ગરીબ પણ બની જાય છે માલામાલ

હાથ પર હશે આ રેખા, તો ગરીબ પણ બની જાય છે માલામાલ

 | 3:53 pm IST

હથેળીમાં કેતુ પર્વતનું પણ ખાસ મહત્વ હોય છે. મણિબંધ શુક્ર અને ચંદ્ર વચ્ચે હોય છે. જાતકના જીવનમાં તેનો સીધો સંબંધ સુખ-સુવિધા, બેંક-બેલેન્સ અને ભૌતિક ઉન્નતિથી હોય છે. આ ગ્રહની દૃષ્ટિ જાતક પર 5 થી 20 વર્ષ સુધી રહે છે. જો જાતકના હાથમાં કેતુ વિકસિત હોય અને જાતકની ભાગ્યરેખા સ્પષ્ટ હોય તો જાતક પોતાના જીવનમાં બધા જ સુખ ભોગવે છે. એવા લોકો ગરીબ ઘરમાં જન્મ લેવા છતાં પણ પોતાના જીવનમાં સારી પ્રગતિ કરે છે.

તેના કારણે જ હાથમાં કેતુ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેના હાથમાં રાહુ સારી અવસ્થામાં વિકસિત થાય છે તેઓ જીવનમાં ખૂબ જ ઉન્નતિ કરે છે. જો હાથમાં કેતુ પર્વત નબળો હોય અને ભાગ્ય રેખા પણ ખાસ ન હોય તો વ્યક્તિ પોતાના જીવનમાં વધારે વિકાસ કરી શકતો નથી અને યુવાવસ્થા સુધીનો સમય ગરીબીમાં જ વીતે છે. જો જાતકના કેતુ પર્વત પર ક્રોસનું નિશાન હોય તો તેવા જાતકો બાળપણમાં બીમાર રહે છે અથવા તેનો અભ્યાસ સારી રીતે થઈ શકતો નથી. જેના કારણે તેઓ પાછળ રહી જાય છે.