This little thing in the kitchen opens up a leaf of luck
  • Home
  • Astrology
  • રસોડામાં રહેલી આ નાનકડી વસ્તુ કિસ્મતનું પાંદડુ ખોલી દે, એક વખત અજમાવી તો જુઓ

રસોડામાં રહેલી આ નાનકડી વસ્તુ કિસ્મતનું પાંદડુ ખોલી દે, એક વખત અજમાવી તો જુઓ

 | 4:00 pm IST

આપણી આસપાસ કેટલીક એવી વસ્તુઓ રહેલી છે જે ખુબજ મુલ્યવાન હોય છે પણ આપણને તેની મહદંશે જાણકારી હોતી નથી. ભારતીય સંસ્કૃતિમાં પરંપરાગત ભોજનમાં જે મસાલાઓ વાપરવામાં આવે છે તે ફક્ત સ્વાદ વધારતા નથી પણ તેમના ટુચકાઓ કરવાથી ભાગ્યોદય થાય છે જેમકે એલચી, જાયફળ, હળદર, કોકમ, લવીંગ, તમાલપત્ર, મરચા આ તમામ વસ્તુઓ સ્વાદની સાથે મનની એકાગ્રતા વધારવા તેમજ ઐશ્વર્ય પ્રાપ્તિ માટે પણ ખુબજ મહત્વના છે. આપણા પુરાણોમાં વિસ્તારથી તેમનું વર્ણન મળે છે.

આપણે સૌ જાણીએ છીએ કે મન ચંચળ અને અતિચલીત છે. જ્યારે પણ કોઈ કાર્યમાં એકાગ્ર થવાનો પ્રયાસ સાધક કરે ત્યારે મન અનેક વિચારોમાં અટવાઈ અને સાધનામાં અવરોધ ઊભો કરી દે છે. મનનો કારક ચંદ્ર હોય છે. મનની ચંચળતા ચંદ્ર પર આધારિત હોય છે. ઈશ્વરની સાધનામાં મનની એકાગ્રતા સૌથી વધુ મહત્વની છે. એકાગ્રતા વિના પરમતત્વની પ્રાપ્તિ અશક્ય છે.

ઉપાય
મંગળવારના દિવસે શિવાલય જઈને શિવલિંગ સાથે શિવ પરિવારનું વિધિપૂર્વક પૂજન કરવું. ચમેલીના તેલનો દીવો કરવો અને ગુગળનો ધૂપ કરવો. પ્રભુને સિંદૂર ચઢાવી અને ગોળનો નૈવેદ્ય લગાવો. લાલ કરેણના ફૂલ અને જાયફળ ચઢાવવું.

મંત્ર
ૐ હ્રીં એં ભગવતી મતંગેશ્વરી શ્રીં સ્વાહા

પૂજા પછી ડાબા હાથમાં જાયફળ રાખવું અને જમણા હાથમાં રુદ્રાક્ષની માળા રાખી નીચે આપેલા મંત્રનો 108 વાર જાપ કરવો. મંત્રજાપ પછી આરતી કરવી અને જાયફળને ઘરે લઈ જવું અને તિજોરીમાં રાખી દેવું. આ ઉપાય સફળતા, સુખ, સમૃદ્ધિ પ્રદાન કરે છે અને હંમેશા તિજોરીને પૈસાથી ભરેલી રાખે છે.

આ વીડિયો જુઓ: કલ્યાણકારી માંના 3 અલગ અલગ સ્વરુપોના દર્શન 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન