દરરોજ મેકઅપ કરવાથી થઇ શકે છે આ નુકસાન – Sandesh
NIFTY 10,378.40 -73.90  |  SENSEX 33,774.66 +-236.10  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • દરરોજ મેકઅપ કરવાથી થઇ શકે છે આ નુકસાન

દરરોજ મેકઅપ કરવાથી થઇ શકે છે આ નુકસાન

 | 5:40 pm IST

મહિલાઓ સુંદર દેખાવા માટે હંમેશા બજારમાં મળતા મોંધા મેકઅપનો ઉપયોગ કરતી રહે છે. પરંતુ શુ તમને ખબર છે કે આ મેકઅપ તમારી ત્વચાને કેટલું નુક્શાન પહોંચાડે છે. જો તમે પણ મેકઅપ કરો છો તો જાણી લો તેનાથી થતા નુક્શાન.

તમને જણાવી દઇએ કે મેકઅપના પ્રોડક્ટસમાં ઘણા પ્રકારના રસાયણ હોય છે, જે તમારી ત્વચાને ધીમે ધીમે ખરાબ કરી નાખે છે. જેવી રીતે કાજલ હોય અથવા ફાઉન્ડેશન. જેથી દરરોજ મેકઅપ કરવાથી ત્વચા અને આંખોને ઘણું નુકસાન પહોચે છે.

મેકઅપથી આ નુકસાન થઇ શકે છે

ત્વચાને એલર્જી-
દરરોજ મેકઅપ કરવાથી ત્વચા પર અનેક પ્રકારની એલર્જી થઇ શકે છે. જેમના લીધે ચહેરા પર રેડનેસ થવા લાગે છે. દરરોજ મેકઅપનો ઉપયોગ કરવાથી ચહેરાના છિદ્રો બંધ થવાનો પણ ખતરો રહે છે. જેના લીધે ઘણીવાર ચેહરા પર ખીલ પણ નીકળે છે.

આંખને ચેપ લાગવો-
કાજલ અને આઇલાઇનરનો વધારે ઉપયોગ કરવાથી આંખ જલદી ડ્રાય થવા લાગે છે. જેના લીધે આંખોમાં બળતરા,ખંજવાળ, અને આંખો ભારી લાગે છે. ઘણી વખત કાજલથી આંખોમાં ઇન્ફેક્શન થઇ જાય છે, જેથી આંખોમાં રેડનેસ થવા લાગે છે. સાથે જ વધુ મસ્કરાનો ઉપયોગ કરવાથી પાંપણ પર રહેલા વાળ ખરી જાય છે.

ડ્રાઇ અને કાળા હોઠ-
વધારે લિપસ્ટિકનો ઉપયોગ કરવાથી હોઠની કાળાશ વધી જાય છે. લિપસ્ટિકમાં આવેલું કેમિકલ્સ હોઠનું કુદરતી ગુલાબી રંગ દૂર કરી નાખે છે. ઘણાં સમય સુધી લિપસ્ટિક લગાવાથી ચામડીમાં સુજન અને પીળાસ આવી જાય છે.

સમય પહેલા જ દેખાઇ છે વૃદ્વ-
ફાઉન્ડેશમાં આવેલુ પિગ્મે રંજકદ્રવ્ય અને કેમિકલ્સ,પ્રદુષણની સાથે મળીને ચામડીને નુકસાન પહોચાડે છે, જેના લીધે ત્વચા લચી પડે જેથી તે વૃદ્વ દેખાય છે.