this-man-dances-by-running-in-the-marathon-see-this-video
  • Home
  • Featured
  • પૂને મેરેથોનમાં દોડીને આ ભાઈ ડાન્સ કરે છે જૂઓ વીડિયો

પૂને મેરેથોનમાં દોડીને આ ભાઈ ડાન્સ કરે છે જૂઓ વીડિયો

 | 2:41 pm IST

અથાગ મહેનતને કોઈ ન આંબે આવી જ એક ઘટના હમણા સામે આવી છે વાત છે પૂનેની મેરેથોનમાં 10 km દોડીને આ ભાઈ ડાન્સ કરે છે. તો તમે પણ જૂઓ આ વીડિયો તમને પણ મળશે પ્રેરણા. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબજ ચર્ચામાં છે. પૂનેમાં યોજાયેલી મેરેથોનમાં ભાગ લીધા પછી આ શખ્સે ડાન્સ કરી સેલિબ્રેશન કર્યુ હતુ. વાત આમતો સાવ સામાન્ય લાગે પણ આ વીડિયોમાં જે શખ્સ નજર આવે છે તેમને એક જ પગ છે આમ છતા તેમનો જુસ્સો સૌ કોઈને શરમાવે તેવો છે.

જાવેદ રમઝાન ચૌધરી નામનો આ શખ્સ લોનારનો રહેવાસી છે. મહારાષ્ટ્ર સ્થિત આ શહેરનો વતની જાવેદ મેરથોનમાં ખુબજ ઝડપથી દોડ્યા પછી ડાન્સ કરે છે. પ્રેરમાદાયક વાત એ છે કે જાવેદ રમઝાન પાસે એક પગ છે. વ્હીલચેરના સહારે તે ચાલે છે આમ છતા તેનામાં ગજબનુ સાહસ રહેલુ છે. એક પગ હોવા છતા તેમણે દોડવાની સ્પર્ધામાં ભાગ લીધો 10 kilometreનું અંતર કાપ્યુ ત્યારબાદ ફરી એજ ઉત્સાહથી ડાન્સ કર્યો હતો.

જાવેદ રમઝાન ચૌધરીનો આ વીડિયો હાલ ધુમ મચાવી રહ્યો છે. લોકો તેમના ઉત્સાહને જોઈને દાદ આપી રહ્યા છે. જાવેદે એક રોડ એક્સીડન્ટમાં તેનો પગ ગુમાવ્યો હતો. 2015માં તેની સાથે આ દુર્ઘટના થઈ હતી આમ છતા જાવેદે કદી હિમ્મત હારી નથી. તે તેના ફેમિલીમાં પહેલો શખ્સછે જે ગ્રેજ્યુએટ થયો હોય. જાવેદ બાસ્કેટબોલ અને સ્વીમીંગ પણ કરે છે હાલ તે સીવીલ સર્વિસની એક્ઝામની તૈયારીઓ કરે છે.