This movie, made at a cost of 27 billion
  • Home
  • Entertainment
  • 27 અબજના ખર્ચે બનાવવામાં આવી આ ફિલ્મ, તમે ન જોઈ હોય તો અચુક જોજો

27 અબજના ખર્ચે બનાવવામાં આવી આ ફિલ્મ, તમે ન જોઈ હોય તો અચુક જોજો

 | 11:31 am IST

આજે આપણે એવી ફિલ્મ વિશે વાત કરીશું કે જેમાં સૌથી વધુ ખર્ચ કરાયો છે. યુવાનો ખાસ કરીને હોલીવુડ ફિલ્મો જોવાનું ખુબ પસંદ કરતા હોય છે અને તેમાં જો એડવેંચર કોમેડીની વાત આવે તો લોકોમાં જોવાનો ઉત્સાહ વધારે જાગી જાય છે. 

Pirates of the Caribbean On Stranger Tides ફિલ્મને 2011માં રિલીઝ કરાઈ હતી. આ ફિલ્મે અત્યાર સુધી 17 અરબ અમેરિકન ડોલર એટલે કે 27 અરબ ડોલરની કમાણી કરી ચૂકી છે. અમે આ વાત આજે એટલા માટે જણાવી રહ્યા છીએ કે, બોલીવુડ અને હોલીવુડના અત્યાર સુધીના કમાણીના આંકડાઓમાં આ ફિલ્મે તમામ ફિલ્મોને પાછળ છોડી દીધી છે.

જેક સ્પેરો તમે આ નામ સાંભળ્યું જ હશે. તમને અંદાજો આવી ગયો હશે કે Pirates of the Caribbean મૂવીની વાત કરવામાં આવે છે.  જીહાં Pirates of the Caribbean On Stranger Tides કે જેમાં જેક સ્પેરો એટલે કે જોની ડેપે મહત્વ ભાગ ભજવ્યો છે. અને આ ફિલ્મ એડવેંચર અને કોમેડીથી ભરપૂર છે. હવે જો આ ફિલ્મના બજેટની વાત કરવામાં આવે તો આ ફિલ્મે લગભગ 27 અરબ રૂપિયાના ખર્ચે બનાવેલી દુનિયાની પ્રથમ મૂવી છે.

Pirates of the Caribbean On Stranger Tides ફિલ્મને 2011માં રિલીઝ કરાઈ હતી અને 17 અરબ અમેરિકન ડોલરની કમાણી કરી ચૂકી છે. જે લોકો એડવેંચર અને કોમેડી ફિલ્મ પસંદ કરે છે તેમને આ ફિલ્મ ખુબ પસંદ આવી છે. આ ફિલ્મ રિલીઝ થયા પહેલાથી જ લોકોમાં ફિલ્મને લઈને રાહ જોવાતી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન