This new feature is bringing FacebookThis new feature is bringing Facebo
  • Home
  • Technology
  • Facebook લાવી રહ્યું છે આ નવું ફીચર, ફોટો ડબલ ટેપ કર્યો તો…

Facebook લાવી રહ્યું છે આ નવું ફીચર, ફોટો ડબલ ટેપ કર્યો તો…

 | 9:07 am IST

Facebook પર જો તમે કોઈનો ફોટો ઝૂમ કરવા માટે ડબલ ટેપ કરતા હોવ. તો હવે તમારે વિચારવાની જરૂર છે. કારણ કે, Facebookએ Instagramવાળું ફીચર હવે Facebook એપ માટે શરૂ કરી દીધુ છે. યુઝર્સને આ ફીચર મળવાનું શરૂ થઈ ગયું છે.

Facebookના iOS એપમાં હવે કોઈ ફોટોને ડબલ ટેપ કરીને Like કરવાનું ફીચર આવી ગયું છે. Instagramમાં પહેલાથી જ આ ફીચર છે.

આ પહેલા Facebookમાં ફોટોઝને ઝૂમ કરવા માટે ડબલ ટેપ કરવાનું હતું, પરંતુ તમે હવે કોઈ યૂઝરના ફોટો ઝૂમ કરવા માટે ડબલ ટેપ કરશો તો તેને Like મળશે.

જોકે, આ ફીચરને તમામ યુઝર્સને આપવામાં આવી રહ્યું છે. સ્પષ્ટ નથી કે એન્ડ્રોઈડ યુઝર્સ માટે આ ફીચર ક્યારે શરૂ થશે.

જણાવી દઈએ કે, Instagram હજુ પણ Facebookની જ કંપની છે અને તાજેતરમાં જ Facebookના CEO માર્ક ઝુકરબર્ગે Instagram, Messenger અને WhatsAppને મર્જ કરીને ક્રોસ પ્લેટફોર્મ મેસેજિંગ સિસ્ટમ કરવા માટે કહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન