this-new-year-guide-to-help-you-save-money-starting
  • Home
  • Business
  • આ રીતે કરો બચત, ભવિષ્યને કરો સુરક્ષીત

આ રીતે કરો બચત, ભવિષ્યને કરો સુરક્ષીત

 | 2:34 pm IST

નવું વર્ષ આવી ગયુ છે. નવા વર્ષની સાથે સાથે કેટલાક સંકલ્પો કરવાનો સમય આવી ગયો છે. આજે અમે તમને બચત કરવાના પ્લાનીંગ અંગેની કેટલીક મહત્વની ટીપ્સ આપીશુ જેનાથી તમે તમારી કમાણીની કેટલીક રકમ બચત રૂપે જમા કરશો જેનાથી આવનારા ભવિષ્યને સુરક્ષીત કરી શકશો. નવા વર્ષમાં પૈસાની બચત કરવા કેટલુક ફંડ એકઠુ કરી લો. આ માટે તમારે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવુ જોઈએ.

તમે જે પણ કમાણી કરો છો તેને બે ભાગમાં વહેંચી દો એક ઈમરજન્સી ફંન્ડીગ અને બીજો ભાગ રેગ્યુલર વપરાશમાં આવતા ખર્ચાઓ. તમે એક ડાયરીમાં નોંધીલો કે તમે ક્યા ક્યા ખર્ચ કરો છો. ક્યા પૈસાની જરૂર નથી અથવા તો ખોટા ખર્ચા કરી રહ્યા છો જેના પર કાપ મુકીને તમે એ રકમને બચતમા મુકી શકો છો.

આ ભંડોળ તમારી પાસે છે જ નહી એમ માનીને રોકાણ કરો. કેમકે ભવિષ્યમાં ઈમરજન્સીમાં તમને ગમે ત્યારે પૈસાની જરૂર પડી શકે છે. ત્યારે આ પૈસા તમને કામ આવશે.

ઈમરજન્સી ફંડ
પોતાના ગોલને સેટ કરો. પહેલા એક ઈમરજન્સી ફંડ તૈયાર કરો. વિશેષજ્ઞ માને છે કે ઘર પર અકાલ્પનીક ફંડમા એક નિશ્ચિત ધન રાખવાથી અચાનક કોઈ પરિસ્થિતિ આવી જાય જેમાં પૈસાની જરૂર રહે છે ત્યારે કોઈ સામે હાથ ફેલાવવાની જરૂર ન પડે.

ક્રેડિટ કાર્ડ પર ખર્ચ પર કરો નિયંત્રણ

મોટાભાગે લોકો ક્રેડિટ કાર્ડ પર પસંદગી ઉતારે રહી છે. કેમકે ઈમરજન્સીના પૈસા મેળવવા આ રીત સૌથી સહેલો છે. નવા વર્ષમાં કોશિશ કરો કે જેમાં વધારે વ્યાજ ચુકવવુ પડે તેવી વસ્તુઓને ટાળો. મોટાભાગે આપણે હવે ઓનલાઈન કે મોલમાં શોપિંગ કરીએ છીએ. ત્યારે ત્યાં કેટલીક એવી યોજનાઓ હોય છે જેને જોઈને આપણે આકર્ષિત થઈએ છીએ. ક્યારેક તો આપણે કારણવગરનુ શોપિંગ કરવા લાગીએ છીએ. આના કારણે ક્રેડિટ પર પૈસા ચુકવવાના હોવાથી આપણને અંદાજ પણ નથી રહેતો કે આપણે કેટલો ખોટો ખર્ચ કરીએ છીએ.

દેવુ હોય તેને ચુકવી દો

નવા વર્ષમાં એક સંકલ્પ કરો કે પહેલા દેવુ હોય તેને પુરુ કરી નાખશો. કેમકે વ્યાજનું ચક્કર ગમે તેવા મજબુતને પણ માત કરી દે છે. લોનને વહેલી ભરપાઈ કરશો તો તમારે વધારે વ્યાજ ચુકવવાનું નહી રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.