શેરબજારમાં આ વ્યક્તિ થઈ માલામાલ, શેરોમાં મેળવ્યું 45 ગણું રિટર્ન - Sandesh
NIFTY 10,821.85 +80.75  |  SENSEX 35,689.60 +257.21  |  USD 67.8350 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • શેરબજારમાં આ વ્યક્તિ થઈ માલામાલ, શેરોમાં મેળવ્યું 45 ગણું રિટર્ન

શેરબજારમાં આ વ્યક્તિ થઈ માલામાલ, શેરોમાં મેળવ્યું 45 ગણું રિટર્ન

 | 3:22 pm IST

કોલકાતાના કેટલાંક રોકાણકારો એવા છે જે શેરબજારમાં ભારે જાણીતા છે. જેમાં સમાવેશ થાય છે અભિષેક બસુમલિકનો. આ આઈટી પ્રોફેશનલમાંથી ઈન્વેસ્ટર બનેલાં અભિષેકે શેરબજારમાં એ સિદ્ધિ હાંસલ કરી લીધી છે કે જેના માટે વોરન બફેટ પણ વિચારતા થઈ જાય. વોરન બફેટનેજ પોતાના આઈડિયલ માનતા અભિષેકે છેલ્લા 10 વર્ષમાં મિડકેપ કંપનીઓમાં જ પસંદગી કરીને કરેલા રોકાણમાં 45 ગણુ રિટર્ન પ્રાપ્ત કરીને બધાંને ચોંકાવી દીધાં.

અભિષેકે દાવો કર્યો છે કે તેણે વર્ષ 2007માં જ્યારે સુપ્રીમ ઈન્ડસ્ટ્રીઝના શેર ખરીદ્યા ત્યારે તે 24-25 રૂપિયાની આસપાસ હતા. ડિવિડન્ટ મળ્યું તે ન ગણતાં પણ શેર તેમણે તાજેતરમાં વેચ્યા ત્યારે 1100 રૂપિયામાં વેચ્યાં. આ રીતે તે શેર પર 45 ગણું રિટર્ન મેળવી શક્યા.

બેંગલુરુ યુનિવર્સિટીથી બીઈની ડિગ્રી મેળવીને તેમણે આઈઆઈએમ કોલકાતામાં એમબીએ કર્યું. આઈટી પ્રોફેશનલ તરીકે તેમણે નોકરી તો શરૂ કરી પણ તેમના દિલો દિમાગમાં શેર માર્કેટ છવાયેલું રહ્યું. તેમણે તેનો ઝીણવટભર્યો અભ્યાસ શરૂ કરી દીધો. અને તારતમ્યો તારવતા ગયા. આખરે તેમણે કેટલાંક શેરો પર નજર ઠેરવી અને તેમાં પૈસા રોકાણ કર્યા. તેમણે એવી કંપનીઓ પસંદ કરી કે જે શેરમાર્કેટમાં ગમે તે સ્થિતિમાં હોય પણ ફંડામેન્ટલી સ્ટોંગ હોય. જેમાં વિશાળ તકો રહેલી હોય. જેનું મેનેજમેન્ટ યોગ્ય હોય અને કિંમત સામાન્યરીતે જ સસ્તી હોય. જેમાં ત્રણ વર્ષના રોકાણમાં લાભ થવાનું નિશ્રિત હોય.

અભિષેકે આ રીતે શોધ પછી સુપ્રીમ ઈન્ડસ્ટ્રીઝ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, હેસ્ટર બાયોસાયન્સ, અને બજાજ ફાઈનાન્સના શેર પકડ્યા. તેની પાસે મયૂર યૂનીકોટર્સ, એસ્ટ્રલ પોલી ટેકનિક, સિમ્ફનીના સ્ટોક હજી પણ છે.