NIFTY 10,016.95 +28.20  |  SENSEX 31,924.41 +77.52  |  USD 65.2750 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • અનુષ્કાની સફળતામાં વિરાટનો નહીં પણ આ વ્યક્તિનો છે મોટો હાથ

અનુષ્કાની સફળતામાં વિરાટનો નહીં પણ આ વ્યક્તિનો છે મોટો હાથ

 | 5:14 pm IST

અનુષ્કા શર્માએ પોતાના ભાઇ કર્ણેશ સાથે મળીને એક નિર્માણ હાઉસની શરૂઆત કરી છે. કર્ણેશને અભિનેત્રી પોતાનો બેસ્ટ ફ્રેન્ડ માને છે. પ્રોડકશનની તમામ જવાબદારી કર્ણેશને સોંપી અભિનેત્રી પોતાની ફિલ્મોમાં વ્યસ્ત થઇ જાય છે. અનુષ્કાને ફિલ્મો જોવાનો ખૂબ જ શોખ હતો અને આ શોખ તેનો ભાઇ પૂર્ણ કરતો હતો.

અનુષ્કાએ ફિલ્મ ફિલ્લૌરીના પ્રમોશન દરમિયાન જણાવ્યું હતું કે હું નાનપણથી મારા ભાઇ સાથે ખૂબ જ ઝઘડો કરું છું. તે મારાથી ચાર વર્ષ મોટો છે. અમે ઘણો ઝઘડો કરીએ છીએ પણ હંમેશા સાથે જ રહયાં છીએ. તે મારો બેસ્ટ ફ્રેન્ડ છે અને અત્યારે પણ મારા ફિલ્મ નિર્માણની તમામ જવાબદારી તેની પાસે જ છે. તેને પૂછીને જ હું મારી દરેક ફિલ્મો સાઇન કરું છું. મેં પંદર વર્ષની ઉંમરમાં મોડેલિંગ શરૂ કર્યું હતું અને ત્યારથી મારો ભાઇ મારું માર્ગદર્શન કરી રહયો છે.

પોતાની આગામી ફિલ્મ ફિલ્લૌરીનું પ્રમોશન કરવા અભિનેત્રી અનુષ્કા શર્મા સ્ટાર પ્લસના સિંગિંગ રિયાલિટી શો દિલ હૈ હિન્દુસ્તાનીના સેટ પર શનિવારે પહોંચી ગઇ હતી. શો દરમિયાન નિર્માતા કરણ જોહર, રેપર બાદશાહ, ગાયક શેખર સાથે અનુષ્કાએ ફિલ્મ વિશેની વાત શેર કરી હતી. ફિલ્મ ફિલ્લૌરી ૨૪ માર્ચે ભારતભરમાં રિલીઝ થવાની છે.