This photo of Shloka Mehta in the discussion, came in the tradtional look.
  • Home
  • Photo Gallery
  • ચર્ચામાં છે અંબાણી પરિવારની વહુ શ્લોકાનો આ ફોટો, ટ્રેડિશનલ લુકમાં લાગી Gorgeous

ચર્ચામાં છે અંબાણી પરિવારની વહુ શ્લોકાનો આ ફોટો, ટ્રેડિશનલ લુકમાં લાગી Gorgeous

 | 4:40 pm IST

 

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતાની ઇન્સ્ટા ફેનક્લબ પર એક તસવીર વાયરલ થઇ રહી છે. ફોટોમાં શ્લોકા મહેતા યલો એન્ડ ઓરેન્જ કલરના લહેંગામાં જોવા મળી રહી છે. તસવીરમાં શ્લોકા ઇન્ડિયન ફેશન ડિઝાઇનર અનામિકા ખન્નાના ડિઝાઇનર લહંગામાં નજરે પડી રહી છે. શ્લોકાના લહંગા અને ચોલી પર સુંદર એમ્બ્રોડરી છે.

માથા પર ટીકો અને મિનિમલ મેકઅપમાં શ્લોકા ખૂબ સુંદર લાગી રહી છે. આ અગાઉ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી ઐતિહાસિક મેચ જોવા મેનચેસ્ટરથી ઇન્ડિયા પરત ફરતા સમયે આકાશ અંબાણી અને શ્લોકા મહેતાને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન શ્લોકા કેજુઅલ ડ્રેસમાં નજરે પડી. તેણે ગ્રે સ્વેટશર્ટ પહેર્યું હતું. નો મેકઅપ લુરમાં પણ તે સુંદર દેખાઇ રહી હતી. કપલ ગાડીમાં બેસતા જોવા મળ્યા હતા.

નો મેકઅપ લુક બાદ હવે મસ્ટર્ડ યલો અન ઓરેન્જ લહંગામાં શ્લોકાની ફોટો ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. જણાવી દઇએ કે 9 માર્ચે આકાશ અને શ્લોકાના લગ્ન થયા હતા. આકાશ-શ્લોકાના લગ્ન જબરદસ્ત ચર્ચામાં રહી હતી. લગ્નમાં બિઝનેસમેન, બોલિવુડ, ક્રિકેટ જગતની પ્રખ્યાત હસ્તીઓ હાજર રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન