Bollywood star Anil kapoor and anand ahuja this pic of Go to viral
  • Home
  • Entertainment
  • Bollywood
  • અનિલ કપૂર અને આનંદ આહુજાને સાથે જોઈ પ્રશંસકોએ કહ્યું આમાં જમાઈ કોણ?

અનિલ કપૂર અને આનંદ આહુજાને સાથે જોઈ પ્રશંસકોએ કહ્યું આમાં જમાઈ કોણ?

 | 5:12 pm IST

બોલીવુડના આ દિગ્ગજ અભિનેતાને જોતા પ્રશંસકો સમજી નથી શકતા કે એવુ તો શું કરે છે આ કલાકાર કે તેના પર ઉંમરની કોઈ અસર જ નથી થતી. જીહા. આપણે વાત કરી રહ્યા છીએ બોલીવુડમાં સફળતાના શિખરો સર કરનાર એવા અનિલ કપૂરની ભાગ્યેજ એવુ કોઈ હશે જેણે અનિલ કપૂરની કોઈ ફિલ્મ ન જોઈ હોય.

પોતાની અભિનય ક્ષમતાની સાથે સાથે ફિટનેસને લઈને આ દિગ્ગજ અભિનેતા ચર્ચામાં છવાયેલો રહે છે. 62 વર્ષનો હોવા છતા આજે પણ આ કલાકાર યુવાનને શરમાવે તેવુ શરીર સોષ્ઠવ ધરાવે છે તેના કિસ્સામાં કદાચ એવુ કહી શકાય કે તેણે પોતાની મુઠ્ઠીમાં સમયને રોકી રાખ્યો છે. અથવાતો પછી એમ પણ કહી શકાય કે તેના પર સમયની કોઈ અસર થતી નથી. આજે પણ આ કલાકાર એટલોજ એનર્જીથી ભરપુર છે.

થોડા સમય પહેલા જ્યારે ‘મલંગ’ની ટીમમાં આ 62 વર્ષના અનિલ કપૂર સાથે પૂરી ટીમ ઉભી હતી ત્યારે ત્યાં ઉભેલા તમામ યંગસ્ટર્સ કરતા તે નાનો લાગતો હતો. તેના પ્રશંસકોએ તેના પર પ્રશ્નોની ઝડી વરસાવી હતી કે એવુ તે શું કરે છે કે આટલી ઉંમરે પણ અનિલ આટલો યંગ લાગી રહ્યો છે. અનિલ કપૂરની એક બીજી તસવીર પણ હાલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે જેને લઈને તે અસલી જીવનમાં પણ હીરો બની ગયો છે. આ ફોટામાં અનિલ કપૂર સાથે તેનો જમાઈ આનંદ આહુજાદેખાઈ રહ્યો હતો જેને જોતા સવાલ પુછવામાં આવ્યો કે આમાં જમાઈ કોણ છે?

આ તસવીરને સોશિયલ મીડિયા પર સોનમ કપૂરના પતિ અને અનિલ કપૂરના જમાઈ આનંદ આહુઝાએ શેર કરી છે. આ સાથે જ આ સેમ ફોટાઓ અનિલ કપૂરે ઇંસ્ટાગ્રામ પર શેર કર્યા છે.

અનિલ કપૂરે આ તસવીરના કેપ્શનમાં ખુબજ મજેદાર લખ્યુ છે, બોયઝ ડે આઉટ, ખુદને લડકોમેંસે એક કહ રહા હુ. કહેવા ખાતર તો આ એક નાનકડુ કેપ્શન છે પણ આ કેપ્શન ઘણુ ધણું કહી જાય છે. આજતો અનિલ કપૂરનો જકાસ સ્ટાઈલ છે જેના પર તેના પ્રશંસકો ફીદા છે. આનંદે પણ આ ફોટાની સાથે લાંબી નોટ લખી છે.

અનિલ કપૂર અને આનંદ આહુજાની આ તસવીરોમાં જમાઈ આનંદ આહુજાની દાઢીના વાળ પણ સફેદ થયેલા જોઈ શકો છો. તો કોઈ પણ એંગલથી જોતા અનિલ કપૂર આનંદથી મોટા લાગતા નથી. આથી કોઈ કહી રહ્યા છે કે આમાં જમાઈ કોણ છે? તો કોઈ કહી રહ્યા છે. અનિલ આનંદનો નાનો ભાઈ લાગી રહ્યો છે. તો કોઈ ફક્ત જક્કાસ બોલીને પોતાનો પ્રેમ દર્શાવે છે. આ કોમેન્ટસને જોતા એ સ્પષ્ટ થઈ જાય છે કે ફિટનેસના મામલે અનિલ કપૂર જેવુ કોઈ ન હોઈ શકે.

અનિલ કપૂર તેના જમાઈ સાથે ઈંગ્લેન્ડ ગયો ત્યારની તસવીરો છે. આ શાનદાર રજાઓનો આનંદ માણતા આ જમાઈ સસરાની લાક્ષણિક તસવીરો જોતા જ રહી જશો. આ પહેલી વાર નથી થયુ કે જ્યારે આનંદે પોતાના સસરાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હોય. આનંદ અનિલની સાથે ખુબજ સારૂ બોન્ડીંગ ધરાવે છે. બંનેની કેમેસ્ટ્રી મજેદાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન