આ ગ્રહ કુંઠિત કે ભ્રષ્ટ કરી દે છે બુદ્ધિ, જાણો કાબુમાં રાખવા કરવું શું ? - Sandesh
  • Home
  • Uncategorized
  • આ ગ્રહ કુંઠિત કે ભ્રષ્ટ કરી દે છે બુદ્ધિ, જાણો કાબુમાં રાખવા કરવું શું ?

આ ગ્રહ કુંઠિત કે ભ્રષ્ટ કરી દે છે બુદ્ધિ, જાણો કાબુમાં રાખવા કરવું શું ?

 | 6:28 pm IST

નવ ગ્રહોમાંથી બે છાયા ગ્રહ એટલે કે રાહુ અને કેતુને અનિષ્ટકારક ગ્રહ માનવામાં આવે છે. જો કે આ વાત પૂર્ણ સત્ય નથી, રાહુ અથવા કેતુ ક્યારે અશુભ ફળ આપે છે તે તેમની સ્થિતિ પર આધાર છે. જો કુંડળીમાં રાહુ અને કેતુ યોગ્ય સ્થાન પર રહેલાં હોય તો તેમની દશા-અંતરદશા લાભકારક પણ રહે છે. તો આજે જાણીએ કે કુંડળીનો રાહુ કેવી સ્થિતીમાં કેવું ફળ આપે છે.

રાહુ દ્વારા પીડિત જાતકનું જીવન મુશ્કેલ બની જાય છે કારણ કે રાહુનો સ્વભાવ આકસ્મિક છે. એટલે કે, રાહુ સારા અથવા ખરાબ બંન્ને જ પરિણામ અચાનક અને એકાએક આપે છે. તમે કલ્પના પણ ન કરી શકો કે, રાહુ ક્યારે અને કઇ દશામાં કેવું ફળ આપશે. તે જીવનને સ્વર્ગ સમાન બનાવી શકે છે તો સાથે જ નર્કથી ખરાબ કરતાં પણ તેને સમય નથી લાગતો. રાહુની કુદ્રષ્ટિ જેના પર હોય તે વ્યક્તિ દરેક સમયે શંકાઓથી ઘેરાયેલો જ રહે છે.

જો રાહુ આઠમા, દશમા, લગ્ન, સાતમા, પાંચમા સ્થાન પર સ્થિત હોય અને તેના પર અન્ય ક્રૂર ગ્રહોની દ્રષ્ટિ હોય સાથે જ, ગોચરમાં પણ રાહુ દુશ્મન રાશિ પર ભ્રમણ કરી રહ્યો હોય તો આવા સમયમાં જાતકનું જીવન નરક સમાન બની જાય છે. જો કે આ બાબતમાં એક સત્ય સમજી લેવું પડે કે ત્યાં ક્યાં લગ્નમાં આ સ્થાને પસાર થાય છે. કારણકે અમુક લગ્નમાં તે જે તે સ્થાનમાં હોવા છતાં શુભ ફળ આપે છે.

જ્યારે તે સૂર્ય, ચંદ્ર, મંગળ પ્રભાવિત લગ્નમાં  જે તે સ્થાનમાં હોય તો દુષ્કર પરિણામો આપે છે. જ્યારે તે પોતાના મિત્ર ગ્રહ બુધ, શુક્ર કે શનિ પ્રભાવિત લગ્નોમાં જે તે સ્થાનમાં હોય તો દુષ્કર પરિણામોમાં પ્રમાણમાં ઘણો જ ઘટાડો જોવા મળે છે. કેટલીક વાર તો શુભ ફળ આપતો પણ જોવા મળે છે. દશા- મહાદશામાં જ તે ઘણાં આગળ આવી જાય છે.

એક કન્યા જાતકની કુંડળીમાં સાતમે રાહુ હતો. પણ તેમનું તુલા લગ્ન હતું. તેમના જીવનમાં રાહુ દશા અગિયાર વર્ષે જ શરૂ થઈ હતી. તે 18 વર્ષ ચાલવાની હતી. તેમની યુવાનીમાં જે સામા પ્રવાહે જ ચાલીને એક મહાનગરમાં પોતાની આગવી જગ્યા બનાવી. અતિ ચારિત્ર્યવાન અને નીતિવાન મહિલા હતા. સાથે એટલાંજ પ્રમાણિક પણ. એટલું જ નહિં તેમનેએક પ્રેમાળ પતિ પણ મળ્યો. તે પોતાના વર્તુળમાં એક ગણનાપાત્ર વ્યક્તિ મનાતા. એટલું જ નહિં લોકો તેમની સલાહ પણ લેતા. તે જાહેરજીવનમાં હમેંશા એક્ટિવ રહેતા. શક્ય એટલું લોકોનું ભલું કરીને નામના કમાતા. તુલા લગ્નમાં સાતમા ભાવે રાહુ રહ્યો હોવા છતાં વ્યક્તિને શુભ ફળ મળ્યું હતું. આ પાછળ કેન્દ્રમાં પાપગ્રહ હમેંશા શુભફળ દાતા બને છે તે સિદ્ધાંત ખરો પડ્યો. વળી આ કન્યા જાતકની કુંડળીમાં બળવાન કર્કનો ગુરુ 10મે અને બળવાન સ્વગૃહિ શનિ પાંચમા સ્થાને હતો. આ ગ્રહોએ એ તેમને વધું નિખાર આપ્યો.

અન્યથા આ દશામાં વ્યક્તિને એટલાં કષ્ટનો સામનો કરવો પડે છે કે તેને જીવન કરતાં વધારે મૃત્યુ પ્રિય લાગવા લાગે છે. જો રાહુ અસ્ત અવસ્થામાં હોય તો આ દશામાં પણ રાહુ ન માત્ર કષ્ટકારી અને રોગકારી બની જાય છે પરંતુ તે આત્મહત્યાના યોગ પણ સર્જે કરી છે.

સામાન્ય સંજોગોમાં કુંડળીમાં રાહુ ક્યારે આપે શુભફળ
જો કોઈ વિશેષ લગ્નની વાત કરતાં સામાન્ય સંજોગોની વાત કરીએ તો રાહુ શુભ ફળ દાતા પણ બનતો હોય છે. જો કુંડળીમાં રાહુ ત્રીજા, છઠ્ઠા અને અગિયારમાં ભાવમાં રહેલો હોય તો શુભફળ આપે છે. ત્રીજા ભાવમાં રાહુ પરાક્રમમાં અનપેક્ષિત વધારો કરે છે. આ રાહુ નાના ભાઈને પણ ખૂબ જ મજબૂતી આપે છે. છઠ્ઠા ભાવમાં મજબૂત સ્થિતિમાં બેસેલો રાહુ દુશ્મન અને રોગ નાશક બની જાય છે. જો છઠ્ઠા સ્થાન પર શુક્ર અથવા ગુરૂ વગેરે શુભ ગ્રહોની દ્રષ્ટિ હોય અથવા આ સ્થાન પર શુક્ર અને રાહુની યુતિ હોય તો આવી દશામાં વિશિષ્ટ શુભફળ પ્રાપ્ત થાય છે. આવી દશાવાળા જાતકના દુશ્મન અથવા તો હોતા જ નથી અને જો હોય તો તે હાર માનીને સમર્પણ કરી દે છે. આવા જાતકથી બીમારી જેવી સમસ્યાઓ પણ દૂર રહે છે.

અશુભ ફળ દૂર કરવાના ઉપાય
– ॐ रां राहवे नमः આ મંત્રની દરરોજ એક માળા કરવી.
– રાહુના બીજ મંત્ર ॐ भ्रां भ्रीं भ्रौं स: राहवे नम: નો 108 વાર જાપ કરવો.
– દુર્ગા ચાલીસાનો પાઠ કરવો.
– એક નારિયેળ અગિયાર બદામને કાળા વસ્ત્રમાં બાંધીને વહેતાં પાણીમાં પ્રવાહિત કરવાં.