Ascendant opens many secreat about your past birth, know how it is
  • Home
  • Astrology
  • જન્મના આ સ્થાન અને ગુરુની સ્થિતિ જણાવે છે કે શું તમારો પરિવારમાંજ થયો છે પુનઃજન્મ

જન્મના આ સ્થાન અને ગુરુની સ્થિતિ જણાવે છે કે શું તમારો પરિવારમાંજ થયો છે પુનઃજન્મ

 | 2:38 pm IST

અનેક વાર આપણે સાંભળીએ છીએ કે દાદા પાછા આવ્યા છે કે બા પાછા આવ્યા છે કે ફૈબા પાછા આવ્યા છે. પરિવારમાં નવો જન્મ લેનારા બાળકની અનેક વાર પૂર્વજો સાથે સરખામણી કરવામાં આવે છે. દિવંગત આત્મા પાછો આવ્યો હોવાનું ઘરમાં અનેક લોકોને પ્રતિત થાય છે. તો આજે આપણે એ વાત કરીશું કે શું કોઈ મૃત વ્યક્તિનો પરિવારમાં જ પુનઃ જન્મ થાય? જો થાય તો ક્યાં સંજોગોમાં થાય, તે કેવી રીતે ખબર પડે કે આ વ્યક્તિ પરિવારની જ કોઈ પૂર્વજ છે.

સામાન્ય રીતે વ્યક્તિનો જન્મ તેના કર્મને આધારે થાય છે. જો કે શાસ્ત્રો પ્રમાણે એક એવી પણ માન્યતા છે કે મૃત્યુ પછીના 36 મહિનામાં જ વ્યક્તિનો બીજે જન્મ થઈ જાય છે. કોઈક જ એવી આત્માઓ હોય છે કે જેનો જન્મ મૃત્યુ પછી 300થી 400 વર્ષે થાય છે. આવી ક્યાંતો અતિ ભાગ્યશાળી હોય છે. ખુબ જ સત્કર્મી હોય છે. અનંત વર્ષો સુધી સ્વર્ગલોકમાં રહીને પછી પૃથ્વી પર પરત ફરે છે. દિવ્ય જન્મને ધારણ કરે છે. કે પછી ખુબ જ પાપી હોય છે. તે અનંત વર્ષો સુધી યાતનાઓ ભોગવે છે ને પછી જન્મે છે. માનવના જન્મને કર્મ સાથે સંબંધ છે. આંતરમન સાથે સંબંધ છે. વ્યક્તિ પોતાના કર્મો થકી આગળના જન્મો સુધારી શકે છે. અને બગાડી પણ શકે છે. તમે કોણ છો અને ક્યાંથી આવો છો તે વિશે તમારી કુંડળી રહસ્યોને ઉજાગર કરે છે. ભારતીય જ્યોતિષશાસ્ત્ર એટલું ઉંડાણપૂર્વકનું છે કે જો તમારું તે વિશેનું જ્ઞાન હોય તો તે ઘણી એવી બાબતો છે કે જેના પર પ્રકાશ પાડે છે.

આવો જાણીએ તેના વિશે
જન્મકુંડળીમાં કેન્દ્રમાં વચ્ચોચ્ચ ઉપર બનતો ચતુષ્કોણને લગ્ન કે દેહસ્થાન કહેવામાં આવે છે. આ સ્થાન જે રાશિ હોય તે લગ્ન એટલે કે દેહ રાશિ ગણાય છે. આ સ્થાનમાં જે ગ્રહ હોય તે લગ્નમાં ગ્રહ ગણાય છે. જો લગ્નમાં બૃહસ્પતિ એટલે કે ગુરુ ગ્રહ હોય તો વ્યક્તિનો જન્મ કોઈ આશીર્વાદ કે શ્રાપના ફળસ્વરૂપે થયેલો હોય છે. વ્યક્તિ તે ગુરુ કેવો બને છે, શુભ કે અશુભ, પાપકર કે યોગકર તે આધારે તેનું જીવન અને જીવનના સંઘર્ષો જોવા મળે છે. વ્યક્તિએ અનુસાર સુખ-દુઃખ પ્રાપ્ત કરે છે. જ્યારે વ્યક્તિ પોતાની જિંદગી વિશે એકાંતમાં વિચારે છે ત્યારે તેને આ વિશે ભાન થાય છે.

બીજો ભાવ કે આઠમો ભાવઃ કુંડળીમાં લગ્ન પછીનું બીજુ સ્થાનને બીજો ભાવ કે ધન સ્થાન કે કુંટુંબ સ્થાન કે પૈસાનું સ્થાન કે વાણીનું સ્થાન ગણવામાં આવે છે. જ્યારે કુંડળીમાં વચ્ચોવચ્ચ જે ચતુષ્કોણ નીચેના ભાગમાં આવ્યો હોય તેના પછીના સ્થાનને આઠમું સ્થાન કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ સ્થાનને આકસ્મિક લાભ, મૃત્યુ સ્થાન કે અકસ્માત કે ઓપરેશન વિશેની માહિતી આપતું સ્થાન તરીકે જોવામાં આવે છે. જ્યારે છોકરીઓની કુંડળીમાં તેના શ્વસુર ગૃહ તરીકે પણ જોવામાં આવે છે.

જો બીજા સ્થાનમાં ગુરુ હોય તો કે પછી આઠમા સ્થાનમાં હોય અને બીજા સ્થાન પર દ્રષ્ટિ કરતો હોય તો વ્યક્તિ પૂર્વ જન્મમાં સંત કે મહાત્મા રહ્યો હોય છે. તે અનેક સત્કર્મ કરીને આ જન્મે ભારે નામના મેળવે છે. તેનો જન્મ સારા પરિવારમાં થાય છે. તે પોતાની ઈચ્છાની પૂર્તિ માટે આ સંસારમાં જન્મ લે છે, આવી વ્યક્તિનું મૃત્યુ પણ વ્યક્તિ વિશેષ તરીકે થતું હોય છે.

તૃતીય સ્થાનઃ જો ગુરુ તૃતીય સ્થાનમાં હોય તો વ્યક્તિનો જન્મ કોઈ મહિલાના આશીર્વાદ કે શ્રાપને કારણે થયો હોય છે. આ મહિલા વર્તમાનમાં જન્મ હોય તે પરિવારની જ હોય છે. વ્યક્તિ ફળ સ્વરૂપ જીવનમાં સુખ કે દુઃખ ભોગવે છે.

ચોથું સ્થાનઃ કુંડળીમાં મધ્યમાં તે ઉપર -નીચે બે ચતુષ્કોણ આવેલા હોય છે તેની ડાબી બાજુ મધ્યમાં આવેલા ચતુષકોણને ચોથું સ્થાન કહેવામાં આવે છે. આ સ્થાન પરથી ઉચ્ચ ડીગ્રી, માતા – વાહન, મકાન, સંપત્તિ અને સુખ જેવી વસ્તુઓ જોવાય છે. જો આ સ્થાનમાં ગુરુ હોય તો વ્યક્તિ પૂર્વ જન્મમાં આ જ પરિવારનો હોવાનો સંકેત આપે છે. જે કોઈ ઉદેશ્યની પૂર્તિ માટે પરિવારમાં બીજીવાર જન્મ લીધો હોય છે. તે પોતાના ઉદેશ્યની પૂર્તિ કરીને જ મૃત્યુ પામે છે.

નવમું સ્થાનઃ જો કુંડળીમાં ગુરુ આ નવમાં સ્થાનમાં ઉપસ્થિત હોય તો તેના પર પિતૃઓની કૃપાદ્રષ્ટિ અને આશીર્વાદ હોય છે. આવી વ્યક્તિઆ જીવનમાં સર્વ સુખોને ભોગવી ત્યાગ તેમજ બ્રહ્મજ્ઞાનની પ્રવૃત્તિમાં રસ ધરાવનારી હોય છે. નસીબદાર હોય છે. જીવનમાં સુખી થાય છે.

દસમું સ્થાનઃ કુંડળીમાં ચોથા સ્થાનની સામેના સ્થાને દસમું સ્થાન કહેવામાં આવે છે. ચોથું સ્થાન ભૂમિ છે તો દસમું સ્થાન આકાશ છે. જો કુંડળીમાં દસમે ગુરુ હોય તો તેને સૌથી સારી પોઝિશન માનવામાં આવે છે. જો વ્યક્તિની કુંડળીમાં ગુરુ દસમા સ્થાને હોય તો આવી વ્યક્તિ કર્મ વિશે જાગૃત હોય છે. તે કર્મ કરવામાં સાવધાની રાખે છે. બને ત્યાં સુધી કોઈને દુઃખ પહોંચાડતી નથી. સારી વ્યવસ્થા કે સંચાલન શક્તિ ધરાવે છે. નિર્ણય શક્તિ સારી હોય છે. આવી વ્યક્તિ પૂર્વ જન્મમાં ધાર્મિક વિચારધારા વાળી હોવાનું જણાવે છે. આ વ્યક્તિ સમાજમાં નોંધપાત્ર સ્થાન ભોગવતી હોય છે. તે સમાજને એક પ્રેરણાદાયી જીવન વ્યતિત કરે છે. તે કર્મ પ્રત્યે ભારે સભાન હોય છે તે ઉપદેશક પણ હોય છે પણ પૂજા-પાઠનો કે ભક્તિભાવનો દેખાડો કરવાનું પસંદ કરતી નથી. તે એક યશસ્વી જીવન જીવી જાય છે. આમછતાં આશ્રર્ય જનક રીતે દસમે ગુરુ હોય તેવી વ્યક્તિના નિવાસસ્થાનની આજુબાજુમાં કોઈ મંદિર કે ધાર્મિક સ્થાન આવેલું જોવા મળે છે.

પાંચમું સ્થાન અને અગિયારમું સ્થાનઃ પાંચમું સ્થાન એ પૂર્વ પૂણ્ય, સંતાન, બુદ્ધિક્ષમતા, પ્રેમ અને વિદ્યાનું સ્થાન છે. તો અગિયારમું લાભ, કાકા, અને છઠ્ઠાથી છઠ્ઠુ પરમ મારકેશ સ્થાન પણ છે. અગિયારમું સ્થાન ઉપચય સ્થાન પણ ગણાય છે. જો ગુરુ પાંચમે કે અગિયારમે હોય તો વ્યક્તિ પૂર્વ જન્મમાં તંત્ર-મંત્ર કે ગુપ્ત વિદ્યાનો જાણકાર હોય છે. જને કારણે આ જન્મમાં તેને માનસિક અશાંતિ રહેતી હોય છે. કે દુષ્ટ આત્માઓથી કષ્ટ કે પરેશાની ભોગવવી પડતી હોય છે. વ્યક્તિનો ક્યાં લગ્નમાં જન્મ થયો છે તે અનુસાર આ પાંચમા સ્થાન વિશેનું ફળ મળે છે. તે રીતે સંતાન સુખ મળે છે.

જો આ સ્થાનમાં ગુરુને બદલે શનિ કે રાહુ હોય તો શું  તે વિશે આપણે પછી ચર્ચા કરીશું.