સચિન તેંડુલકરે નવા વર્ષની ઊજવણી કરી કઈક આવી રીતે, જુઓ Video - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • સચિન તેંડુલકરે નવા વર્ષની ઊજવણી કરી કઈક આવી રીતે, જુઓ Video

સચિન તેંડુલકરે નવા વર્ષની ઊજવણી કરી કઈક આવી રીતે, જુઓ Video

 | 4:13 pm IST

દરેક વ્યક્તિઓએ નવા વર્ષની ઊજવણી પોતાની રીતે કરી હતી. ભારતીય ક્રિકેટના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે પોતાના મિત્રો સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી.

આ દરમિયાન સચિન એક નવા જ રૂપમાં જોવા મળ્યો હતો જેમાં તેણે પોતાના મિત્રો માટે તંદુર પર ચિકન બનાવ્યું હતું. ત્યારબાદ સચિને પોતાના પ્રશંસકો માટે ટ્વિટર પર આ વીડિયો અપલોડ કર્યો હતો. સાથે સાથે સચિને લખ્યુ હતું કે નવા વર્ષની સાંજ મે મારા મિત્રો સાથે વીતાવી હતી અને મે તેમના માટે ચીકન બનાવ્યુ હતું.

મને આશા છે કે તેઓ હજુ પણ પોતાની આંગળીઓ ચાટી રહ્યા હશે. અ પહેલા યુવરાજ સિંહે પણ નવા વર્ષે સચિન અને અન્ય પૂર્વ ક્રિકેટર અજિત અગરકર સાથેનો ફોટો અપલોડ કર્યો હતો.