Yogini sadhana is tantrik sadhanaif not alert doing it makes bigg loss
  • Home
  • Astrology
  • નવરાત્રિમાં આ તાંત્રિક ઉપાસના છે લોકોના આકર્ષણનું કેન્દ્ર, સાધનામાં રાખવી સાવધાની

નવરાત્રિમાં આ તાંત્રિક ઉપાસના છે લોકોના આકર્ષણનું કેન્દ્ર, સાધનામાં રાખવી સાવધાની

 | 11:20 pm IST

યોગિનીઓની સિદ્ધિઓ માટે માત્ર એક વાત કહેવાથી તેનું મહત્વ સ્પષ્ટ થઈ જાય છે કે તેમની કૃપાથી જ કુબેર ધનપતિ થયા હતા. તેમને પ્રસન્ન કરવાથી રાજસુખ પણ પામી શકાય છે. યોગિનિઓ માતા, બહેન તેમજ પત્નીના રૂપમાં સર્વસ્વ આપે છે. જો કે તેની સાધના સાવધાની માંગી લે છે. પત્નીના રૂપમાં જો તેની સાધના કરવામાં આવે અને તેની સિદ્ધિ પ્રાપ્ત થાય તો પોતાની પત્નીનું સુખ પ્રાપ્ત નથી કરી શકાતું. તેનો અતિરેક થાય તો સર્વનાશ પણ થઈ શકે છે.

સુર-સુંદરી યોગિનીઃ
સુર-સુંદરી યોગિની અત્યંત સુંદર શરીર સૌષ્ઠવ અત્યંત દર્શનીય હોય છે. તેમને પ્રસન્ન કરવા માટે 1 માસની સાધના કરવામાં આવે છે. જ્યારે તે સામે આવે ત્યારે તેને માતા, બહેન અથવા પત્ની સંબોધન કરવાનું હોય છે. તેઓ સાધના કરનારની તમામ ઈચ્છા પૂરી કરે છે, જો સાધક અન્ય સ્ત્રી પર આશક્ત થાય તો તેનો સર્વનાશ કરી દે છે.
મંત્રઃ
‘ॐ ह्रीं आगच्छ सुरसुंदरि स्वाहा।’

મનોહરા યોગિનીઃ
વિચિત્ર વેશભૂષાવાળી અત્યંત સુંદર હોય છે. તેના શરીરમાંથી સુગંધ નિકળતી હોય છે અને તે સાધક પર પ્રસન્ન થાય તો રોજ સોનાની મુદ્રા પ્રદાન કરે છે.
મંત્રઃ
‘ॐ ह्रीं आगच्छ मनोहारी स्वाहा।’

કનકાવતી યોગિનીઃ
રક્ત વસ્ત્રાલંકારથી ભૂષિત પોતાની પરિચારિકાઓ સાથે આવે છે અને વાંછિત કામના પૂર્ણ કરે છે.
મંત્રઃ
‘ॐ ह्रीं हूं रक्ष कर्मणि आगच्छ कनकावति स्वाहा।’

કામેશ્વરી યોગિનીઃ
તેમના મંત્રનો જાપ રાત્રિના સમયે એક માસ સુધી કરવાથી તેમને પ્રસન્ન કરી શકાય છે. પુષ્પથી સજ્જ દેવી પ્રસન્ન થઈ અને ઐશ્વર્ય, ભોગની વસ્તુઓ  પ્રદાન કરે છે.
મંત્રઃ
‘ॐ ह्रीं आगच्छ कामेश्वरी स्वाहा।’

રતિ સુંદરી યોગિનીઃ
સ્વર્ણાભૂષણથી સજ્જ દેવી પ્રસન્ન થાય તો અભિષ્ટ વરદાન આપે છે તેમજ ધન, વસ્ત્રાલંકારથી સાધકને માલામાલ કરી દે છે.
મંત્રઃ
‘ॐ ह्रीं आगच्छ रति सुन्दरी स्वाहा।’

પદ્મિની યોગિની
શ્યામ વર્ણની આ દેવી વસ્ત્રાલંકારથી યુક્ત હોય છે અને સાધકને ઐશ્વર્યાદિ પ્રદાન કરે છે.
મંત્રઃ
‘ॐ ह्रीं आगच्छ पद्मिनी स्वाहा।’

નટિની યોગિનીઃ
અશોક વૃક્ષની નીચે રાત્રે સાધના કરવી પડે છે. તેમની પ્રસન્નતાથી તમામ મનોરથ પૂર્ણ થાય છે.
મંત્ર
‘ॐ ह्रीं आगच्छ नटिनि स्वाहा।’

મધુમતિ યોગિનીઃ
શુભ્ર વર્ણવાળી આ દેવી અત્યંત સુંદર અને નાના અલંકારોથી સજ્જ હોય છે. તે કોઈપણ લોકની વસ્તુઓ પ્રદાન કરી શકે છે.

મંત્રઃ
‘ॐ ह्रीं अनुरागिणी आगच्छ मैथुन प्रिये स्वाहा।’