This serious condition of Corona was invited by the Ahmedabadis
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદીઓ કોરોનાની આ ગંભીર સ્થિતિને સમજો, હવે યોદ્ધા બની જાવ નહી તો પછતાશો

અમદાવાદીઓ કોરોનાની આ ગંભીર સ્થિતિને સમજો, હવે યોદ્ધા બની જાવ નહી તો પછતાશો

 | 3:28 pm IST
  • Share

રાજ્યમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે. ગઇ કાલે ગુજરાતમાં 1420 પોઝિટિવ કેસની સાથે 8 લોકોના મોત નિપજ્યા હતા. તેમાં ય અમદાવાદ શહેરની સ્થિતિ તો ખુબ જ ખરાબ છે અહિં કોરોના મહામારી વકરી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગઇ કાલે તો અમદાવાદમાં 305 પોઝિટિવ કેસની સાથે ત્રણ દર્દીના મોત નિપજ્યા હતા. સરકારી આંકડા ભલે આની ગવાહી ન પૂરતા હોય પરંતુ દરેક વ્યક્તિને તેની ખબર છે. તેની આસપાસમાં, સોસાયટી, ફ્લેટ, ચાલી, કોલોનીમાં, પરિચિતોમાં, સગાંમાં ‘કોરોના આવ્યો’ની સંખ્યા વધી રહી છે. આવામાં સરકારે અમદાવાદ શહેર સહિત ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુ નાંખ્યો. ગુરૂવારે માત્ર અમદાવાદની જાહેરાત હતી. ત્યારથી મોટાભાગના લોકો એ જ ચર્ચા કરે છે કે, આ રાત્રિ કરફ્યુનો મતલબ શું? આનો તો કોઈ અર્થ નથી, કારણ કે, કોરોના કંઈ રાત્રે જ ફેલાતો હોય એવું થોડું છે?

આ સંવાદો ઘેર-ઘેર સંભળાય છે. આ વાત સાચી પણ છે. છતાં, સરકારે રાત્રિ કરફ્યુ નાંખ્યો તેની પાછળનો એક મહત્ત્વનો હેતુ લોકોને ચેતવવાનો હોય છે. શહેરવાસીઓને આ એક લાલબત્તી છે, કે કોરોનાનું સંક્રમણ અને તેની ગતિ, તેનું પ્રમાણ સહેજે હળવાશથી લેવા જેવું નથી. તહેવારોમાં થયું એ થયું, હવે સમજી જાવ. હજુ પણ કેસની સંખ્યા પર નિયંત્રણ નહીં આવે તો સરકાર પાસે લોકડાઉન સિવાય બીજો કોઈ જ રસ્તો નહીં રહે! આ એક સ્પષ્ટ સંકેત આપવા રાત્રિ કરફ્યુનું પગલું ભરવામાં આવતું હોય છે.

અમદાવાદ શહેરની પ્રજાને અહિં સ્પષ્ટ સમજી લેવું જરૂરી છે કે, જો કરફ્યૂના 57 કલાકમાં સાવચેતી ન રાખી અને કાયદાનું ઉલ્લંઘન કર્યું તો કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે ફરી આપણે લોકડાઉનની સ્થિતિમાં આવી શકીએ છીએ. માટે શહેરીજનોએ તકેદારીના ભાગ સ્વરૂપે કામ સિવાય ઘરની ભહાર ન નીકળવું અને સરકારી ગાઇડલાઇનનો ભંગ ન કરવો. રાજ્ય સરકારે કરફ્યૂનો જે આદેશ આપ્યો છે તે માત્ર ને માત્ર શહેરીજનોના સ્વાસ્થ્ય માટે આપ્યો છે અને કોરોના મહામારીને અટકાવવા માટે આપ્યો છે. શહેરનો દરેક નાગરીક સરકારી ગાઇડલાઇનનો ભંગ ન કરી કોરોના યોદ્ધા બની શકે છે.

શહેરના કેટલાક નાગરીક એવા પણ છે જેઓ રોજ કમાય છે અને રોજ ખાય છે. આવી દયનિય પરિસ્થિતિમાં તેઓ મુશ્કેલીમાં મૂકાયા છે માટે શહેરના તમામ નાગરીકોએ સરકારની કોરોના ગાઇડલાઇનનો ભંગ ન કરી આરોગ્ય ટીમની સલાહનું અનુકરણ કરવું જોઇએ. જો કરફ્યૂ દરમિયાન પણ કોરોના મહામારી અટકી નહી તો કરફ્યૂને લંબાવાવામાં પણ આવી શકે છે અથવા આગામી સમયમાં લોકડાઉન પણ આપવામાં આવી શકે છે. માટે દરેક નાગરીકે સાવચેત રહી કોરોના મહામારી સામે યોદ્ધા બની સરકારની પડખે ઉભા રહી લોકહીતમાં ઘરમાં જ રહેવું હિતાવહ છે.

લોકડાઉનના અત્યાર સુધીના અનુભવે એ શીખવ્યું છે કે, તેનાથી સંક્રમણ એટલા તબક્કા પુરતું થંભી જાય છે. પરંતુ તે હળવું બનાવાતા જ જો લોકો સભાન ન રહે તો સ્થિતિ વળી પાછી એટલી જ ગંભીર બની જાય છે. શીયાળો, પ્રદૂષણ અને વસતિની ગીચતા સંક્રમણની આગમાં તેલ રેડે છે. એટલે નિષ્ણાતો સરકારની સાથોસાથ દરેક નાગરિકની જવાબદારી પર પણ એટલો જ ભાર મુકે છે. દરેક વ્યક્તિ સભાન બની બિનજરૂરી બહાર ન નિકળે, નિયમો પાળે તે હવે વધુ જરૂરી છે.

આ વીડિયો પણ જુઓ : વલસાડના ઉમરગામના હાટબજારમાં ભીડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન