Google will bring new service at place of hang out service
  • Home
  • Technology
  • ગુગલની આ સેવા નહિં મળે આવતા વર્ષે, જાણો છો કેમ?

ગુગલની આ સેવા નહિં મળે આવતા વર્ષે, જાણો છો કેમ?

 | 7:22 pm IST

ગુગલની હેંગ આઉટ સર્વિસ આવનારા સમયમાં બંધ થઈ જશે. ગુગલે છેલ્લા એેક વર્ષથી આ એપ્લિકેશન પર કામ કરવાનું બંધ કરી દીધું છે. વર્ષ 2019 આ એપ્લિકેશનનું છેલ્લું વર્ષ છે. ઉલ્લેખનિય છે કે ગુગલે જીચેટના બદલે ગુગલ હેગ આઉટ સેવા લોન્ચ કરી હતી.

ગુગલે પોતાની સર્વિસમાંથી આ એપ્લિકેશનને દૂર કરવાનો નિર્ણય લઈ લીધો છે. આ ઉપરાંત આ વિશે નવી અપડેટ પણ હવે મોકલવામાં આવશે નહિં.. ઘણાં બધાં જીમેલ યુઝર્સ હજી આ સેવાનો ઉપયોગ કરે છે. ગુગલની આ મુખ્ય ચેટ એપ્લિકેશન છે. આ એક કોન્ટેક્ટ પ્લેટફોર્મ છે. જે સૌ પ્રથમ વર્ષ 2013માં તૈયાર કરવામાં આવ્યું હતું. મળતી આભારભૂત માહિતી પ્રમાણે હવે ગૂગલ હવે એક નવી અપડેટ તૈયાર કરી રહી છે. જેમાં ઓલો અને ડુઓ સર્વિસને સમાવવામાં આવશે. આ પણ એક ઝડપથી માહિતીના આદાન પ્રદાન તેમજ સંદેશા વાહક અને ચેટ માટેની મેસેજિંગ એપ્લિકેશન છે.

VOIP ફીચર્સ પર કામ કરતું હેંગઆઉટ
હેંગઆઉટ એપ્લિકેશન જીમેલની સાથે જ એક્ટિવેટ થઈ જતી હતી. જેમાં મેસેજ ફોટા અને વીડિયોની આપલે થતી હતી. આ સારી એપ બંધ થવા પાછળ તેના પરફોર્મન્સને લઈને અનેક ઈશ્યૂઓ આવ્યા હતા. તેમાં ઘણાં બગ્સ હોવાનું પણ જણાયું હતું.

ગુગલ હવે એક વીડિયો મિટિંગ પ્લેટફોર્મ તૈયાર કરવા માટે જઈ રહ્યું છે. જેની અપડેટ્સ હવે ટૂંક સમયમાં આપવામાં આવશે..