If this sing on body then person will live like king, gets Luxury and happiness
  • Home
  • Astrology
  • શરીર પરની આ નિશાનીઓ બનાવે છે રાજયોગ

શરીર પરની આ નિશાનીઓ બનાવે છે રાજયોગ

 | 3:33 pm IST

સામુદ્રિક શાસ્ત્ર અને શરીર જ વ્યક્તિના સ્વભાવ વિશેના અનેક રહસ્યો તો ખોલે જ પણ સાથએ શરીર પરની કેટલીક નિશાનીઓ જણાવે છે કે વ્યક્તિને રાજયોગ છે.આ નિશાનીઓના સમજણ થકી વર્તમાનની સાથે સાથે ભવિષ્ય વિશેની સચોટ માહિતી મેળવી શકાય છે. જો હાથ કે પગમાં ચોક્કસ નિશાનીઓ બનતી હોય તો તે રાજયોગ કરે છે. તેના થકી વ્યક્તિને જીવનમાં અપાર સુખ અને સુવિધાઓ મળે છે. જાણો શું તમારા હાથ કે પગમાં છે આવી નિશાનીઓ….

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિના પગના તળીયામાં ચક્ર કે કુંડળનું નિશાન બન્યું હોય તે એક સારા નેતા કે શાસક બની દેશની સત્તાના શિખર પર પહોંચી શકે છે.

જો હાથમાં કે પગમાં હસ્તી, છત્ર માછલી, તળાવ કે વીણાનું નિશાન બનતું હોય તેવું જોવા મળે તો તે વ્યક્તિ ઉત્તમ અને બહું જ સન્માનનિય વ્યક્તિ બને છે. તે રાજયોગ ભોગવે છે.

જો વ્યક્તિની હથેળીમાં વચ્ચોવચ્ચ તોરણ, બાણ, રથ, ચક્ર કે ધ્વજા કે ત્રિશૂળનું નિશાન બનતું હોય તેવું જોવા મળે તો તે વ્યક્તિ જીવનમાં મહાન ઉપલબ્ધીઓને પ્રાપ્ત કરે છે. તેને જીવનમાં વિશેષ અવસર, પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે.

જો વ્યક્તિની હથેળીમાં કે પગમાં ચક્ર, કમળ, શંખ અને આસન જેવું નિશાન બનતું હોય તે તે વ્યક્તિ આજીવન અપાર સુખ સુવિધાનો સ્વામી રહે છે. તેને ભોગવે છે. તેના ઘરમાં લક્ષ્મી સદૈવ વાસ કરે છે.

એવા વ્યક્તિ કે જેની હથેળીમાં વચ્ચોવચ્ચ તલ બનતો હોય તો તે લોકો બહું જ ધનવાન અને ભાગ્યશાળી નિવડે છે. એ સિવાય તેના પગના તળીયામાં જો તલનું નિશાન હોય તો તે વ્યક્તિ રાજા ન હોવાછતાં પણ રાજયોગ ભોગવે છે. તે પ્રમાણે તેને જીવનમાં માન-સન્માન પ્રાપ્ત કરે છે.

જે વ્યક્તિની ભાગ્ય રેખા તેના કાંડામાં આવેલા મણિબંધમાંથી નિકળીને શનિના પહાડ સુધી જતી હોય અને સ્પષ્ટ રીતે જોવા મળતી હોય તેમજ જો અખંડિત પણ હોય, અને જો ખંડિત થતી હોય તો સાથે જ બીજી અતૂટ ભાગ્યરેખા હોય એટલે કે ડબલ ભાગ્ય રેખા હોય તો પણ વ્યક્તિ સંસારના તમામ સુખ, સુવિધા, યશ અને કીર્તિ કે નામનાને પ્રાપ્ત કરે છે. તે પોતાની આગવી ઓળખ બનાવે છે.

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિની છાતી પહોળી હોય, નાક લાંબું હોય, નાભિ ઉંડી હોય તો તે વ્યક્તિ પણ એક રાજા સમાન જીવન જીવે છે. તેની પાસે જમીન- જાયદાદની કોઈ કમી રહેતી નથી. જ્યોતિષ અનુસાર હથેળી અને પગના તળીયામાં શંખ, ચક્ર, ગદા, ખડગ, અંકુશ, ધનુષ, બાણ જેવા નિશાન વ્યક્તિને રાજયોગની પ્રાપ્તિ કરાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન