This simple way to reduce the AC electricity bill in the summer
  • Home
  • Technology
  • આકરા ઉનાળામાં ACના કમરતોડ બિલથી બચવા અપનાવો આ સરળ રીત

આકરા ઉનાળામાં ACના કમરતોડ બિલથી બચવા અપનાવો આ સરળ રીત

 | 2:12 pm IST

સામાન્ય રીતે લોકો ઉનાળામાં ગરમીથી બચવા માટે અવનવા ઉપાયો કરતાં હોય છે. તે ઉપરાંત લોકો પોતાની સુવિધા અને ખર્ચ પ્રમાણે કૂલર, પંખા અને એસીનો ઉપયોગ કરે છે. જ્યારે એસી ચલાવવાની વાત આવે તો સાથે જ બિલની ચિંતા પણ વધી જ હોય છે. શહેરમાં ગરમીનું પ્રમાણે દિવસેને દિવસે વધતું જાય છે. તેમજ વિજબિલમાં પણ વધારો થયો છે. તેવામાં ગરમીની મોસમમાં વિજબિલમાં વધારો થવો તે સામાન્ય બાબત છે. ગરમીને કારણે ઘરમાં પંખા અને એસીનો વપરાશ વધી જાય છે. પણ જો થોડીક સમજદારી અને ટ્રીક્સનો ઉપયોગ કરવામાં આવે તો એસીથી વધારે આવતા વિજબિલમાં ઘટાડો કરી શકાય છે. જો ઘરમાં કે ઓફિસમાં એસીનું વિજબિલ વધારે આવતું હોય તો આ સામાન્ય ટિપ્સને અનુસરવાથી વિજબિલને ઘટાડી શકાય છે.

પાવર સેવર બટન
એસીમાં પાવર સેવર બટન પણ આવે છે. જ્યારે રૂમ ઠંડો થઇ જાય ત્યારે તમે તે બટન દબાવી દો. તેનાથી એસી વીજળીનો વધુ વપરાશ નહી કરે અને વધુ સેવિંગ થશે. બહારના તાપમાન પ્રમાણે એસીનું તાપમાન ચેક કરો. જો બહારનું તાપમાન વધારે હોય તો એસીનું તાપમાન નીચુ ન રાખો. તેને 24 ડિગ્રી પર જ સેટ રાખો. તેનાથી વીજળીનો ઓછા ખર્ચ થશે. એસી માટે 24થી 25 ડિગ્રી સેલ્સિયસને એક આદર્શ તાપમાન માનવામાં આવે છે.

તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ પર સેટ રાખો
ઘણાં એવા દેશ છે જ્યાં વીજળીની બચત માટે એસીનું તાપમાન 24થી 28 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રાખવાનો નિયમ છે. તમે પણ એસીને 24 ડિગ્રી સેલ્સિયસ પર સેટ કરીને રાખો. જેથી વીજળી બચાવી શકાય. હકીકતમાં એસીમાં જે થર્મોસ્ટ લાગેલુ હોય છે તે પહેલા રૂમના તાપમાનને ચેક કરે છે અને જ્યારે તાપમાન એક લેવલ પર પહોંચી જાય છે તો તે કંપ્રેસર બંધ કરી દે છે. થર્મોસ્ટ ત્યારે જ કામ કરે છે જ્યારે તાપમાન ઓછુ હોય છે. તેવામાં વીજળી વધુ વપરાશે. તેથી એસીનું તાપમાન 24 ડિગ્રી પર સેટ રાખો.

ACના આઉટડોર યુનિટનું ફિટિંગ
એસીના આઉટડોર યુનિટને એવી જગ્યાએ ફિટ કરો જ્યાં તેના પર સૂરજના સીધા કિરણો ન પડતાં હોય. તેનાથી તમે વીજળી બચાવી શકશો. આ ઉપરાંત જો તમારી પાસે જુનુ એસી હોય તો તેમાં વીજળીનો વધુ વપરાશ થાય છે, તો તેને બદલી લેવુ જોઇએ. વધુ જુનુ એસી વીજળીનો વધુ વપરાશ કરે છે અને તેને મેન્ટેન કરવુ પડે છે.

એસી સાથે પંખો
એસી દ્વારા વીજળી બચાવવી હોય તો સાથે પંખો પણ ચાલુ રાખો કારણ કે પંખો આખા રૂમમાં ઠંડી હવાને રેગ્યુલેટ કરશે અને એસી પર ઓછુ ભારણ આવશે. પરંતુ જો તમે કોઇ બિલ્ડિંગના ટોપ ફ્લોર પર રહેતા હોય જ્યાં સૂરજની સીધી કિરણો આવતી હોય તો એસી સાથે પંખો બિલકુલ ન ચલાવો.

ACની સફાઇ
આ વાતનું પણ ધ્યાન રાખો કે એસીનું ફિલ્ટર એકદમ સાફ હોય અને તેમાં કોઇ ગંદકી ન હોય. કારણ કે આવી સ્થિતિમાં હવાને ફિલ્ટર થઇને અંદર આવવા અને બહાર જવા માટે ઘણું જોર લગાવવુ પડે છે જેમાં વીજળીનો વધુ વપરાશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન