આ પંજાબી ગાયકને કાઢી મુકવામાં આવ્યો હતો કેનેડાથી, જાણો શું હતું કારણ - Sandesh
  • Home
  • Nri
  • આ પંજાબી ગાયકને કાઢી મુકવામાં આવ્યો હતો કેનેડાથી, જાણો શું હતું કારણ

આ પંજાબી ગાયકને કાઢી મુકવામાં આવ્યો હતો કેનેડાથી, જાણો શું હતું કારણ

 | 5:17 pm IST

કેનેડામાં એક પંજાબી ગાયકને ડિપોટ કરવામાં આવ્યો હોવાની બાબત સામે આવી છે. ફેસબુક એકાઉન્ટ પર વીડિયોમાં ગાયક કેમ્બી રાજપુરિયા રડતા રડતા પોતાનું દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે તે 7 વર્ષ પહેલાં કેનેડા ગયો હતો અને ત્યાં દિવસ રાત મહેનત કરીને પોતાનો અભ્યાસ ચાલું રાખ્યો હતો, પરંતુ હવે તેમણે કેનેડાથી ડિપોટ કરવામાં આવ્યા છે. કેબીએ જણાવ્યું કે, કેનેડામાં તેમણે ગાવાનો શોખ પુરો કરવાનું સપનું હતું જે હવે પરુ નહી થઈ શકે.

તેને કહ્યું કે, તેને પોતાના માતા-પિતાનું સપનું પુરુ ના કરવાનું બહુ દુઃખ છે, પરંતુ હવે તે પંજાબમાં રહીને પોતાનું સપનું પુરુ કરશે. કેમ્બી નાની-મોટી પાર્ટીઓમાં ગાવાનું શરૂ કરશે અને ગીતો પણ લખશે. તેના પછી તેને ‘સૂરજ કો સલામ’ ગીત રેકોર્ડ કરાવ્યું છે. તેમજ બીજું એક ગીત પણ કેમ્બીએ રેકોર્ડ કર્યું છે.

આટલાં વર્ષો સુંધી કેનેડામાં રહ્યા પછી કેમ્બીને ડિપોટ વિશે જણાવામાં આવ્યું હતું અને 30 અપ્રિલે સ્ટડી વિઝા પુરા થવાના હતા. તેને કહ્યું કે, વકીલ દ્વારા ખોટી ફી ભરવાના કારણે આજે તેની આ હાલત થઈ છે. કેમ્બીએ કહ્યું કે, કેનેડામાં રહેવા માટે તેને ટ્રક સાફ કર્યા છે અને બેકરીમાં કામ કરીને કોલેજની ફી ભરી છે. કેબી 10 જાન્યુઆરી 2011માં કેનેડા ગયો હતો અને 10 જાન્યુઆરી 2018ના રોજ તે પંજાબ પાછો આવી ગયો. કેમ્બી 12માં ધોરણ પછી ‘IELTS’ની પરીક્ષા આપીને કેનેડા ગયો હતો તેમજ તેને ફુટબોલનો પણ બહુ શોખ છે.