44 વર્ષ બાદ સૂર્ય ગ્રહણ પર બની રહ્યો છે આવો સંયોગ, આ રાશિયોનું બદલાશે ભાગ્ય - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • 44 વર્ષ બાદ સૂર્ય ગ્રહણ પર બની રહ્યો છે આવો સંયોગ, આ રાશિયોનું બદલાશે ભાગ્ય

44 વર્ષ બાદ સૂર્ય ગ્રહણ પર બની રહ્યો છે આવો સંયોગ, આ રાશિયોનું બદલાશે ભાગ્ય

 | 6:02 pm IST

13 જુલાઈ 2018ના રોજ આ વર્ષનો બીજો આંશિક સૂર્ય ગ્રહણ દેખાશે. આ એક આંશિક સૂર્ય ગ્રહણ છે, જે દક્ષિણ ઓસ્ટ્રેલિયા પેસિફિક અને હિંદ મહાસાગરમાં દેખાશે. ભારત અને પાડોશી દેશોમાં તે દેખાશે નહીં. સૂર્યના પ્રભાવિત હોવાને કારણે તેની અસર રાશિયો પર થશે, જેનો સમયગાળો 15 દિવસનું હશે.

ભારતમાં આ ગ્રહણ સવારે 7.18 થી 9.43 સુધી રહેશે. આ વખતે સૂર્ય ગ્રહણ 13 તારીખ અને શુક્રવારના દિવસે દેખાશે જે 44 વર્ષમાં પહેલી વાર થઈ રહ્યો છે. હવે પછીનું 13 તારીખ અને શુક્રવારનું સૂર્ય ગ્રહણ 2080માં દેખાશે.

મેષ: સૂર્ય ગ્રહણ તમને આર્થિક ફાયદા અપાવી શકે છે. તમારી સુખ-સુવિધાઓમાં પણ વૃદ્ધિ થવાની શક્યતા છે. સમાજમાં તમારા સન્માનમાં વૃદ્ધિ થશે. નોકરી અને વેપારમાં પણ સફળતા મળશે,

વૃષભ: તમને અમુક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તમારા ખર્ચામાં વધારો થશે. સ્વાસ્થ્યને લગતી કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. સુખ-શાતિમાં વિઘ્ન આવી શકે છે.

મિથુન: સ્વાસ્થ્યના બાબતે સતર્ક રહો. માનસિક તણાવ થઈ શકે છે. ગાડી ચલાવતી વખતે સાવચેતી રાખવાની જરૂર છે. કોઇની ઉપર વધારે વિશ્વાસ તમને મુશ્કેલીમાં નાંખી શકે છે. કાર્ય ક્ષેત્રે ફાયદા થવાની સંભાવના છે.

કર્ક: આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે પણ સ્વાસ્થ્ય સંબંધી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. કોઇની સાથે વિવાદ થઈ શકે છે એટલે કાળજી રાખજો.

સિંહ: ઇચ્છાશક્તિ અને સાહસમાં વૃદ્ધિ થશે. નાની યાત્રાનું પણ યોગ છે. નોકરી અને વેપાર ક્ષેત્રે પણ પ્રગતિ થશે.

કન્યા: જીવનમાં સુખ અને અસંતુષ્ટિનું ભાવ રહી શકે છે. પરિવારની સમસ્યાઓ વધવાથી મુશ્કેલી થશે. કાયદાને લગતી બાબતોમાં તમારા પક્ષમાં ફેંસલો આવી શકે છે.

તુલા: આ વખતે તમે પૂર્ણ ઉર્જા અને મનથી કોઈપણ કાર્ય કરવામાં અસફળ રહેશો. તમારા પ્રેમ સંબંધો અને પારિવારિક જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. સફળતાની ગતિ ધીમી રહેશે.

વૃશ્ચિક: તમે ઉન્નતિ કરશો અને પોતાના વિરોધીઓ પર ભારે પડશો. બધા જ ક્ષેત્રે સારા પરિણામ મેળવશો. સફળતા મળવાથી મનમાં ખુશી અને સંતુષ્ટિ અનુભવશો.

ધનુ: તમારા જીવનસાથીને સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે. જીવનસાથી સાથે વિવાદ થવાની સંભાવના છે. વેપારમાં તમારા પાર્ટનર સાથે કેટલીક ગેરસમજ થઈ શકે છે.

મકર: મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ધન હાનિ અને માન-પ્રતિષ્ઠામાં ઘટાડા હોવાને કારણે નિરાશા થઈ શકે છે.

કુંભ: તણાવમાં વધારા થવાને કારણે મુશકેલીઓ વધી શકે છે. લાંબા આંતરની યાત્રા તમારા માટે દુ:ખદાયક સાબિત થઈ શકે છે. સિદ્ધિ મેળવવા માટે તમને સંઘર્ષ કરવો પડે તેવી શક્યતા છે.

મીન: તમારા માટે સૂર્ય ગ્રહણ શુભ અને ફળદાયી રહેશે. આ વખતે બધા જ કામોમાં ફાયદા થશે. નવા સાધનોથી પણ બનશે આવકના યોગ. નોકરી અને વેપારમાં વૃદ્ધિ થશે.