Basics Guide to New Traffic Rule, This sort of helmet cant save you chalan
  • Home
  • Featured
  • હેલમેટ ખરીદતા પહેલા જાણીલો કેટલીક વાત, પહેરવા છતાં ક્યાંક ભરવો ન પડે દંડ

હેલમેટ ખરીદતા પહેલા જાણીલો કેટલીક વાત, પહેરવા છતાં ક્યાંક ભરવો ન પડે દંડ

 | 2:27 pm IST

સપ્ટેમ્બર મહિનાથી નવા મોટર વ્હિકલ એક્ટ લાગૂ થતાની સાથે જ ભારે ભરખમ દંડ ફટકારવામાં આવશે અને તેનાથી બચવા જાત જાતની તરકીબો પણ લોકો અજમાવી રહ્યા છે. સૌથી વધારે લોકો હેલમેટ ન પહેરવાને કારણે દંડાય છે. સાથે સાથે કેટલાક લોકો ખુબજ સસ્તી અને માર્કાવગરની ચીલા ચાલુ સસ્તી માત્ર નામની હેલમેટ પહેરીને છડે ચોક નિયમોનો ભંગ કરી રહ્યા છે. ખાસ આવા લોકોએ પણ હવે સાવધ રહેવાની જરૂર છે કેમકે આવી હેલમેટ પહેરી હશે તો પણ એટલો જ દંડ ફટકારવામાં આવશે.

આ પણ વાંચો: બચીને રહેજો, ગૂગલ પ્લે સ્ટોર પર નકલી એન્ટીવાયરસ એપની ભરમાર

વાત જાણે એમ છે કે નવા નિયમો અંતર્ગત માર્કા વગરનો હેલમેટ પહેરવાથી એટલુંજ ચલણ કપાશે અને એટલો જ દંડ થશે જેટલું તમે હેલમેટ પહેર્યુ ન હોય. એટલેકે હેલમેટ પહેર્યા વગર ટૂ-વ્હીલર ચલાવતા હો તેટલોજ 1000નો દંડ ફટકારવામાં આવશે. નકલી હેલમેટ બનાવવામાં હળવી ગુણવતાવાળી વસ્તુઓ વાપરવામાં આવે છે. સારી ગુણવત્તા વાળી હેલમેટ આંખોને uv પ્રોટક્શન આપી તેજ રોશનીથી બચાવે છે. સાથે સાથે ચહેરાને તડકાથી બચાવે છે.

જો તમે isi માર્ક ન હોય તેવો હેલમેટ ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ વિચારને છોડીદો જો તમે isi માર્ક ન હોય તેવો હેલમેટ ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ વિચારને છોડીદો કેમકે એક સામાન્ય હેલમેટ બનાવતા 450 રૂપિયાનો ખર્ચ થાય છે. મતલબ કે 450થી ઓછી કિંમતની જો હેલમેટ મળે તો સમજી લેજો કે તે નકલી છે.

આ Video જુઓ: અમરેલીના રાજુલાનો ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન