you will also try to This summer the kurtas and Dhoti see the style
  • Home
  • Fashion & Beauty
  • આ ઉનાળામાં તમે પણ ટ્રાઈ કરો ધોતી કુર્તા, સ્ટાઈલ જોઈ સૌ કહેશે વાહ..

આ ઉનાળામાં તમે પણ ટ્રાઈ કરો ધોતી કુર્તા, સ્ટાઈલ જોઈ સૌ કહેશે વાહ..

 | 10:40 am IST

ઉનાળો નજીક આવી ગયો છે. અત્યારથી જ ગરમીએ આપણાં બારણાં ઉપર નોક નોક કરી દીધું છે. અત્યારસુધી વોર્ડરોબ વિન્ટર કલેક્શનથી ભરપૂર હતું. શિયાળામાં પહેરવાના સ્વેટર, ફુલ સ્લીવ કપડાં વગેરે વગેરે કેટલુંય આપણાં વોર્ડરોબમાં આપણે ભરી લીધું હતું. પરંતુ હવે ગરમીના કારણે આ તમામ કપડાંને પેક કરીને એક્સ્ટ્રા બેગમાં મૂકી દેવાનો સમય પાકી ગયો છે.

આ વર્ષના સમરમાં કયું નવું કલેક્શન ફેશનમાં છે તેની થોડી શોપિંગ કરવાનો સમય પાકી ગયો છે. ફરીથી ફેશન મેગેઝિન ફંફોળીને આ વર્ષે નવું શું છે તે જાણી લઇએ અને તે મુજબ થોડી ખરીદી કરી લઇએ.

વેલ આ વર્ષે લગ્ન સીઝનમાં ધોતી સાથે પેપલમ ટોપ, શોર્ટ અનારકલી ખૂબ ટ્રેન્ડમાં રહ્યું. આ વર્ષે લગ્નમાં માનુનીઓએ આ પ્રકારની સ્ટાઇલ વાળા ડ્રેસને ખૂબ પહેર્યા અને પોતાની આગવી સ્ટાઇલને ફ્લોન્ટ કરી. એટલું જ નહીં આ વર્ષે આ ડ્રેસને ખાસ મહેંદી કે હલ્દી ડ્રેસ તરીકે પણ ઓળખવામાં આવતો હતો.

કેમ કે આ વર્ષે જેટલી બ્રાઇડ બની તે તમામે લગભગ મહેંદી કે હલ્દીમાં ધોતી, સાથે કુર્તા, પેપલમ ટોપ, કે શોર્ટ અનારકલી પહેર્યા હતાં. સાથે સાથે ડિઝાઇનર દુપટ્ટાનું કોમ્બિનશન નવવધૂઓને ખૂબ જ સુંદર લૂક આપતું હતું. હવે આ જ હેવી ડ્રેસ સમરનો નવો ટ્રેન્ડ બની ચૂક્યો છે. અલબત્ત લગ્ન સીઝનમાં ભારે મટીરિયલમાંથી બનેલા આ ડ્રેસને સમરમાં કોટન મટીરિયલથી બનાવવામાં આવી રહ્યો છે. તો ચાલો જાણી લઇએ ધોતી અને કોટન ટોપ વિશે થોડું.

ધોતી અને કોટન ટોપ

થોડા સમય પહેલાં પતિયાલાની ફેશન ખૂબ જોવા મળતી હતી. પતિયાલા એકદમ ખૂલતું તેમજ ઘણી ફ્રીલ વાળું બનાવવામાં આવતું જ્યારે ધોતી થોડી શોર્ટ અને ફ્રીલ વગર બનાવવામાં આવે છે. કોટન કે સોફ્ટ મટીરિયલમાંથી બનતાં ધોતી અને કુર્તાને પહેરવાની ખરેખર ખૂબ મજા આવે છે. એટલું જ નહીં આ ધોતી પહેરતા અત્યંત સુંદર પણ લાગે છે.

ધોતી કુર્તાને તમે ઓફિસવેર તરીકે પણ પહેરી શકો છો, તેમજ કોલેજમાં કે ફરવા જતી વેળાએ પણ પહેરી શકો છો. આ વસ્ત્રો તમને પરફેક્ટ એથનિક લૂક આપશે. ધોતી સાથે તમે અલગ- અલગ પ્રકારનાં ટોપ્સ પહેરી શકો છો. જેમ કે સ્ટ્રેટ કટ શોર્ટ કુર્તા, શોર્ટ અનારકલી, લોન્ગ સ્ટ્રેટ કુર્તા, પેપલમ ટોપ્સ, મીડલ કટ કુર્તા, સાઇડ કટ શોર્ટ કુર્તા વગેરે અલગ-અલગ પ્રકારનાં કુર્તા તમે પહેરી શકો છો.

આ ડ્રેસ કોટન મટીરિયલમાંથી બનતો હોવાથી ઉનાળામાં પહેરવામાં ખૂબ જ કમ્ફર્ટેબલ બની રહેશે, વળી પહેરતાં સુંદર પણ લાગશે.

ધોતી કુર્તા સાથે શું પહેરશો?

ધોતી કુર્તા તમને પરફેક્ટ એથનિક લૂક આપશે તેથી તેની સાથે તમે એથનિક જ્વેલરી પહેરી શકો છો. જેમ કે સિલ્વર ઇયરિંગ, લોન્ગ સિમ્પલ નેકલેસ, બ્રેસ્લેટ વગેરે પહેરી શકો છો. જો તમે ઓફિસમાં આ પ્રકારના ડ્રેસ પહેરતાં હોવ તો લોન્ગ ઇયરિંગ્સ પહેરવાનું ટાળવું જોઇએ. પણ તમે સાથે સાથે એથનિક સ્ટાઇલનો સુંદર સ્ટોલ નાખી શકો છો.

જે તમને સુંદર લૂક આપવા સમર્થ છે. આ ડ્રેસ સાથે પરફેક્ટ એથનિક લૂક અપનાવવો હોય તો તમે સિમ્પલ બિંદીનો ઉપયોગ પણ કરી શકો છો. તેમજ સાથે ફૂટવેરમાં તમે ફ્લેટ મોજડી પણ પહેરી શકો છો. આ ફ્લેટ મોજડી ધોતી કુર્તામાં ખૂબ જ સુંદર લાગશે. જો આ મોજડી પણ એથનિક લૂક ધરાવતી હોય તો સોને પે સુહાગા બની રહેશે.

સમરમાં આપણે મોટેભાગે એવો આગ્રહ રાખવો જોઇએ કે એવા જ કપડાં પહેરવાં જેનાથી ગરમી એકદમ ઓછા પ્રમાણમાં લાગે. કોટન કપડાં પહેરવાં કે જે સૌથી વધારે પરસેવાને શોષી શકે. માટે બને ત્યાં સુધી ગરમી ન થાય તેવા અને પહેરતાં કમ્ફર્ટેબલ લાગે તેવા કપડાં પહેરવાનો આગ્રહ રાખવો.