ચાવાળાનો Swag અને રજનીકાંત સ્ટાઇલ જોઇ સોશિયલ મીડિયામાં લોકો અચંબામાં પડ્યા – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • ચાવાળાનો Swag અને રજનીકાંત સ્ટાઇલ જોઇ સોશિયલ મીડિયામાં લોકો અચંબામાં પડ્યા

ચાવાળાનો Swag અને રજનીકાંત સ્ટાઇલ જોઇ સોશિયલ મીડિયામાં લોકો અચંબામાં પડ્યા

 | 5:18 pm IST
  • Share

દુનિયાભરમાં સુપરસ્ટાર રજનીકાંત (Rajinikanth)ના ફેન્સ છે. કેટલાક લોકો તો રજનીકાંતના એવા ફેન્સ છે કે તેઓ દરેક જગ્યાએ રજનીકાંત સ્ટાઇલ (Rajinikanth style)માં જ રહેતા હોય છે. તેમની સ્ટાઇલમાં જ પોતાનું કામ કરવાની કોશિશ કરે છે. પરંતુ શું તમે અત્યાર સુધીમાં કોઇ ચાવાળાને રજનીકાંત સ્ટાઇલમાં ચા વેચતા જોયો છે. જો નથી જોયો તો હવે જોઇ લો. સોશિયલ મીડિયા પર આ ચાવાળાનો રજનીકાંત સ્ટાઇલમાં ચા આપવાના અંદાજ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ ચાવાળો માત્ર ચા વેચવાથી નહીં પણ પોતાના સ્વેગના કારણે પણ અનોખો છે.

આ સ્ટાઇલિશ ચાવાળો નાગપુર (Nagpur)નો છે અને તેની દુકાન ડોલીની કિટલી (dolly ki tapri)ના નામે પ્રખ્યાત છે. આ ચાવાળો કેટલો ફેમસ છે તેનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો છો કે અત્યાર સુધીમાં તેનો વીડિયો એક લાખથી વધુ લોકો જોઇ ચૂક્યા છે અને 46 હજારથી પણ વધુ લોકોએ તેના પર કોમેન્ટ કરી છે. આ ચાવાળો ન માત્ર અનોખી રીતે લોકોને ચા આપે છે સાથે જ ગ્રાહકોનું એવી રીતે સ્વાગત કરે છે દરેક વ્યક્તિ તેનો ફેન બની જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન