PICS: આ ટીમને હજુ પણ લાગે છે સપનું, બની છે રણજી ટ્રોફી ચેમ્પિયન – Sandesh
NIFTY 10,363.65 -14.75  |  SENSEX 33,729.17 +-45.49  |  USD 64.8225 +0.61
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • PICS: આ ટીમને હજુ પણ લાગે છે સપનું, બની છે રણજી ટ્રોફી ચેમ્પિયન

PICS: આ ટીમને હજુ પણ લાગે છે સપનું, બની છે રણજી ટ્રોફી ચેમ્પિયન

 | 6:10 pm IST

ગૌતમ ગંભીર અને ઋષભ પંત જેવા ખમતીધર બેટ્સમેન ધરાવતી દિલ્હી ટીમને હરાવી વિદર્ભે પ્રથમવાર રણજી ટ્રોફી જીતવાનું સન્માન પ્રાપ્ત કર્યું છે. બીજી ઈનિંગ્સમાં વિદર્ભની ટીમે માત્ર 32 રન બનાવવાના હતાં અને  પાંચ ઓવરમાં માત્ર એક જ વિકેટ ગુમાવી આ લક્ષ્યાંક સિદ્ધ કર્યો હતો. વિદર્ભે બે રને ફેઝ ફઝલની વિકેટ ગુમાવી હતી. હેટ્રિક સહિત આઠ વિકેટ ગુમાવનાર રજનીશ ગુરબાનીને મેન ઓફ ધ મેચ જાહેર કરાયા હતાં. રણજી ટ્રોફીમાં વિદર્ભની ટીમ પ્રથમવાર જ ફાઈનલમાં પહોંચી હતી.

દિલ્હીની ટીમે 102.5 ઓવરમાં બધી જ વિકેટો ગુમાવી પ્રથમ દાવમાં 295 રનનો જુમલો ખડક્યો હતો. વિદર્ભ વતી રમતા અક્ષય વાડકરે 133, વસીમ જાફરે 78, ફૈઝ ફઝલે 67, સરવટેએ 79 અને સિદ્વેશ નેરલે 74 રન બનાવ્યા હતાં. વિદર્ભે ઓલ આઉટ થવાની સાથે 547નો સ્કોર કર્યો હતો.

ત્યારબાદ બેટિંગ માટે મેદાનમાં ઉતારનાર દિલ્હી ફક્ત 76 ઓવરમાં જ 280 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. દિલ્હીના શોરેયે 62 અને નીતીશ રાણાએ 64 રન બનાવ્યા હતાં. વિદર્ભના અક્ષય વખરેએ સૌથી વધારે 95 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે સરવટેએ 30 રન આપી ત્રણ વિકેટ ખેરવી હતી.

પ્રથમ વાર ફાઈનલમાં પહોંચનાર વિદર્ભ અગાઉ બે વાર 2002-03 અને 2011-12માં સેમીફાઈનલમાં પહોંચી હતી. આ અગાઉ  1970-71 અને 1995-96માં બે વાર ક્વાર્ટર ફાઈનલમાં પણ વિદર્ભની ટીમ પહોંચી હતી.

ગુરબાનીએ પ્રથમ દાવમાં દિલ્હીના વિકાસ મિશ્રા (સાત), નવદીપ સૈનિ (શૂન્ય) અને શોરે (શૂન્ય)ને બોલ્ડ કરી હેટ્રીક મેળવી હતી. આ સાથે રણજી ફાઈનલમાં હેટ્રીક મેળવનાર તેઓ બીજા બોલર બન્યા છે. અગાઉ તમિળનાડુના કે.બી. કલ્યાણસુંદરમે 1972-73માં બોમ્બે સામે હેટ્રીક મેળવી હતી.