this temple of Hanuman in Rajasthan salasar causes serious illness like cancer
  • Home
  • Featured
  • રાજસ્થાનમાં હનુમાનના આ મંદિરમાં દર્શનથી કેન્સર જેવી ગંભીર બીમારી થાય છે દૂર

રાજસ્થાનમાં હનુમાનના આ મંદિરમાં દર્શનથી કેન્સર જેવી ગંભીર બીમારી થાય છે દૂર

 | 8:39 am IST

શનિવારના દિવસે દેવ હનુમાનના દર્શન કરવાનો વિશેષ મહિમા રહેલો છે ત્યારે આજે ભક્તિ સંદેશમાં આપણે દર્શન કરીશું રાજસ્થાનના સાલાસરમાં સ્થિત શ્રી બાલાજી હનુમાનના કહેવાય છે કે આ ધામમાં સ્થિત દેવ હનુમાનની મુર્તિ એટલી પ્રભાવશાળી છે કે તે ભક્તોના અસાધ્ય રોગને પણ મુળમાંથી નાશ કરી દે છે..અને આ ધામની આ જ પ્રતિભાને કારણે અહીં ભક્તોનો જમાવડો નિત્ય જોવા મળે છે આવો આપણે પણ કરીએ આ પાવનકારી ધામના દર્શન

રાજસ્થાનમાં ચુરુ જિલ્લામાં સાલાસર નામનું ગામ આવેલું છે. ત્યાં હનુમાનજીનું એક અદ્ભુત વિશાળ મંદિર સ્થાપિત છે. આથી આ ગામને હનુમાન ભક્તો સાલાસરવાળા હનુમાનજીનું ગામ કહેતાં ખચકાતા નથી. આ હનુમાનજી પ્રત્યક્ષ છે. જેમ ગુજરાતના સૌરાષ્ટ્રમાં સાળંગપુરમાં ..આ હનુમાનજી મહારાજ માટે એમ કહેવાય છે કે જો કોઇના સ્વજનને જેલ થઇ હોય કે તેનું કોઇ કામ સામ, દામ, ભય, ભેદથી પણ થતું ન હોય તેવું અસાધ્ય હોય, કોઇને કેન્સર જેવો ભયાનક રોગ થયો હોય કે કોઇ ભયંકર પિશાચ, ભૂત વળગ્યાં હોય તે જો ફક્ત એક વખત સાલાસર જઇ હનુમાનજી મહારાજનાં દર્શન કરે તો તેનાં તમામ કષ્ટ આપોઆપ હનુમાનજી મહારાજની કૃપાથી દૂર થઇ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન