This tension on your mood may increase with your tension
  • Home
  • Featured
  • ઢોંસા પર થયેલા આ અભ્યાસથી વધી શકે છે તમારું ટેન્શન

ઢોંસા પર થયેલા આ અભ્યાસથી વધી શકે છે તમારું ટેન્શન

 | 4:37 pm IST

મસાલા ઢોંસા આપણામાંથી ઘણા લોકોના ફેવરિટ હોય છે. જો તમે રેસ્ટોરન્ટમાંથી મસાલા ઢોંસા મંગાવીને ખાઇ રહ્યો છો તો થોડીક પરેશાન કરી શકે છે. પરંતુ આ જાણકારી ખૂબ જ કામની છે.

ક્રિસ્પા, બ્રાઉન રંગના ઢોંસા, તેની અંદર મસાલેદાર બટેટાની ફિલીંગ અને સાથે તટણી કોઇપણ ના મોંમાં પાણી લાવી શકે છે. જોકે, તમે બિન્દાસ ઢોંસા ખાતા રહો છો તો તમારે સાવધાન થવાની જરૂર છે. એક અભ્યાસમાં આ વાત સામે આવી છે કે એક હેલ્ધી વ્યક્તિને જેટલી કેલરીની જરૂર હોય છે, એક મસાલા ઢોંસા તેની અડધી કેલરી આપે છે. એક્ષપર્ટની માનીએ તો એટલી કેલરી એક સાથે લેવી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.

અભ્યાસમાં બેંગલુરુમાં વેચવામાં આવતા મસાલા ઢોંસાની કેલકી કાઉન્ટ અંગે જણાવવામાં આવ્યું કે 1023ની કેલરી મળી. જ્યારે સામાન્ય મનુષ્યને 2200 કિલો કેલરીની જરૂરત હોય છે. આ પરિણામ હાલમાં જ બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થઇ.

અભ્યાસમાં ભારત, બ્રાઝીલ, ચીન, ફિનલેન્ડ અને ધાનાના ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટમાં સર્વે કરવામાં આવતી ડિશની કેલર કાઉન્ટ કરવામાં આવી હતી. આ અભ્યાસને પ્રોફેસર રેબેકાએ લીડ કર્યો હતો.

તેમણે જણાવ્યું કે એક વખતમાં આપણે જે ખાવાનું ખાઇએ છીએ તેમા 600 કિલો કેલરીથી વધારે કેલરી કોન્ટેન્ટ ન હોવા જોઇએ. આ અભ્યાસથી માલૂમ પડે છે કે ફુલ સર્વિસ રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવતા 94 ટકા ખાવાના અને ફાસ્ટ સર્વિસ રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવતા 74 ટકા ખાવાનામાં કેલરીનું પ્રમાણ 600 કિલો કેલરીથી વધારે હોય છે. રિસર્ચના પરિણામ FSSAI થી શેર કરવામાં આવ્યા છે અને સરકારથી પણ અપીલ કરી છે કે રેસ્ટોરન્ટમાં વેચાનારી ખાવાની કેલરીનું પ્રમાણ લખવાનું અનિવાર્ય કરવામાં આવે.