છોકરીઓએ લગ્નના પહેલાં કરવી જોઈએ આ તૈયારીઓ - Sandesh
NIFTY 10,360.15 -50.75  |  SENSEX 33,685.54 +-150.20  |  USD 64.9300 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • છોકરીઓએ લગ્નના પહેલાં કરવી જોઈએ આ તૈયારીઓ

છોકરીઓએ લગ્નના પહેલાં કરવી જોઈએ આ તૈયારીઓ

 | 5:36 pm IST

લગ્ન પહેલા દરેક છોકરીઓ ઘણી બધી તૈયારીઓ કરતી હોય છે, જેથી તે પોતાના જીવનના સૌથી મહત્વના દિવસે સુંદર દેખાય શકે. તે સાથે તે પોતાની સાસરીમાં જે વસ્તું લઈ જવાની હોય તેને પણ બરાબર ચેક કરે છે, જેથી તેને કોઈ પણ વસ્તું માટે બીજા પર આધાર રાખવો ના પાડે. એટલા માટે તેમની જરૂરિયાતની નાની-મોટી વસ્તું પોતાની પાસે રાખે તે જરૂરી છે. આજે અમે તમણે જણાવીશું કે છોકરીઓએ લગ્ન પહેલા કઈ વસ્તુંઓનું ધ્યાન રાખવું.

કઈ વસ્તુંનું રાખવું ધ્યાન :

1. જ્વેલરી :

મહેંદી, સંગીત અને કોકટેલથી લઈને લગ્ન પછી થતું રિસેપ્શન અને ફેમિલી ફંક્શનના દરેક પ્રસંગ પર પહેરવાની હોય તે જ્વેલરીને બરાબર ચેક કરી
લેવી.

2. નાઈટ સૂટ :

સાસરીમાં તમે ભારે કપડા પહેરીને તો ઉંઘવાના નથી. એટલા માટે તમારી સાથે એક નાઈટ સૂટ જરૂરથી રાખવો જોઈએ.

3. ફૂટવેર :

ચણિયાચોળી અથવા પાનેતરની પર પહેરવાના હોય તે ફૂટવેરની હિલ પણ એક વાર જરૂર ચેક કરવી

4. બ્લાઉઝ, લોન્જર અને શેપવેર :

સાડી અથવા ચણિયાચોળીના મેચિંગ બ્લાઉઝની સાથે પહેરવાના હોય તે લોન્જર અને પરફેકટ ફિગર માટે જો તમે શેપવેર પહેરવાના હોય તો તેને પણ
સાથે રાખવું.

5. હેર એસેસરીઝ :

વાળમાં લગાવવમાં આવતો ગજરો અથવા અલગ-અલગર વેરાયટીના ફ્લોરલ એસેસરીઝને પોતાના સાથે રાખવી.

6. મેકઅપ રિમૂવર :

લાંબા સમય સુધી ચાલતા લગ્નના ફંક્શન માટે હેવી મેકઅપ કરવામાં આવે છે, તો તેને નિકાળવા માટે ચહેરો ધોવો જ જરૂરી નથી. તમારી સાથે મેકઅપ
રિમૂવર રાખવું જરૂરી છે.

7. ઇમર્જન્સી કિટ :

ઇમર્જન્સી માટે તમે તમારી પાસે સોય-દોરો અને કાતર જેવી વસ્તું પણ રાખવી.