This time on Diwali, Dhanteras-Kalichaudash will be celebrated
  • Home
  • Astro
  • આ વખતે દિવાળી પર તિથિનો ક્ષય એક સાથે ધનતેરસ-કાળીચૌદશ ઉજવાશે

આ વખતે દિવાળી પર તિથિનો ક્ષય એક સાથે ધનતેરસ-કાળીચૌદશ ઉજવાશે

 | 2:10 pm IST
  • Share

  • હિંદુઓનો સૌથી મોટો તહેવાર એટલે દિપાવલી
  • દીપાવલીના શુભ તહેવારમાં આ વર્ષે તિથિનો ક્ષય
  • અગિયારસ અને વાઘબારસ ભેગા છે તથા ધનતેરસને દિવસે જ કાળીચૌદશ મનાવાશે    

તહેવારોની સીઝન આવી ગઇ છે. નવલી નવરાત્રિના સમાપન પછી આજે શરદ પૂર્ણિમા છે હવે એક સાથે હિંદુઓનો સૌથી મોટો તહેવાર દિપાવલી આવશે. આ વખતે નવરાત્રિ નવ દિવસના બદલે આઠ દિવસની હતી એક તિથિનો ક્ષય હતો એ જ રીતે દિવાળીમાં પણ એક તિથિનો ક્ષય રહેશે.  દીપાવલીના શુભ તહેવારમાં આ વર્ષે તિથિના ક્ષયને કારણે બે તિથિ એક જ દિવસે હોવાની સ્થિતિ સર્જાઈ છે. આ વર્ષે દિવાળીના મહાપર્વમાં અગિયારસ અને વાઘબારસ ભેગા છે તથા ધનતેરસને દિવસે જ કાળીચૌદશ મનાવાશે. તારીખ 1 નવેમ્બરને સોમવારથી જ દીપાવલી મહાપર્વની શરૂઆત થશે.

આ વર્ષે ચૌદશની તિથિનો ક્ષય હોવાને કારણે સોમવારે 1 નવેમ્બરે રમાએકાદશી અને વાઘબારસ મનાવાશે. જ્યારે મંગળવારે તારીખ 2 નવેમ્બરે દિવસે સવારે 11.31 સુધી વાઘબારસની તિથિ છે અને ત્યારબાદ તેરસની તિથિ છે. આમ તેરસનું મહત્ત્વ સાંજના પ્રદોષકાળે હોવાથી મંગળવારે બારસના દિવસે જ ધનતેરસ મનાવાશે.

તારીખ 3 નવેમ્બરને બુધવારે સવારે 9.02 સુધી જ તેરસની તિથિ છે અને તેરસના દિવસે જ ચૌદશની તિથિ બેસી જાય છે. ચૌદશની તિથિનો ક્ષય હોવાથી બુધવારે તેરસના દિવસે જ કાળીચૌદશ મનાવાશે. જ્યારે દિવાળી તારીખ 4 નવેમ્બરને ગુરુવારે અમાસના દિવસે જ મનાવાશે.

દિપાવલી ક્યારે?
આપણને સૌને જાણવાની ઉત્સુક્તા હોય કે દિપાવલી ક્યારે છે ક્યાં દિવસે કઈ તિથિ આતહેવાર મનાવાશે તો ચાલો જાણીએ.

દિપાવલીના તહેવાર
1 નવેમ્બર : રમાએકાદશી અને વાઘબારસ
2 નવેમ્બર : વાઘબારસ અને ધનતેરસ
3 નવેમ્બર : ધનતેરસ અને કાળીચૌદશ
4 નવેમ્બર : દિવાળી મહાપર્વ શારદા પૂજન
5 નવેમ્બર : નૂતનવર્ષ
6 નવેમ્બર: ભાઇબીજ
09 નવેમ્બર: લાભપાંચમ

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો