આ વખતે કુંભ મેળો અલગ હશે : યોગી આદિત્યનાથ - Sandesh
  • Home
  • Mumbai
  • આ વખતે કુંભ મેળો અલગ હશે : યોગી આદિત્યનાથ

આ વખતે કુંભ મેળો અલગ હશે : યોગી આદિત્યનાથ

 | 1:39 am IST

। મુંબઈ ।

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે આ વર્ષે કુંભનો મેળો કંઇક અલગ જ હશે. તેનું આયોજન એકદમ અલગ કરાયંુ છે. કુંભ માત્ર ધાર્મિક આયોજન નહીં બલ્કે આપણી સામાજિક એકતાનો પરિચય છે.

કુંભમાં કરોડો લોકો આવે છે પરંતુ અહીં હાજર કોઇપણ માણસ પોતાની જાતિ, સમાજ કે ધર્મનો ઉલ્લેખનથી કરતો. અહીં માત્ર શ્રદ્ધાળુઓ જ આવે છે. મુંબઇ અને મહારાષ્ટ્રની જનતાને કુંભ મેળામાં આવવાનું હું આમંત્રણ આપુ છું.

જૂહુ સ્થિત ઇસ્કોન સભાગૃહમાં આયોજિત સંસ્કૃતિ કુંભ નામના કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તેમ જ આરએસએસના નેતા ભય્યાજી જોશી સહિત સાંસદ સુભાષ ચંદ્રા, ફિલ્મમેકર સુભાષ ઘાઇ પણ હાજર હતા. આ પ્રસંગે યોગીએ કુંભની એક પ્રતિકૃતિનું વિમોચન કર્યું હતું. ઉત્તરપ્રદેશ દ્વારા પ્રકાશિત કુંભ પર એક અન્ય પુસ્તકનું પણ વિમોચન આ કાર્યક્રમમાં કરાયું હતું.

કુંભમાં પહેલીવાર સરસ્વતીના થશે દર્શન  

યોગીએ આ વખતે કુંભમાં પહેલીવાર પ્રયાગના કિલ્લામાં કેદ સરસ્વતીના દર્શન અને ભારદ્વાજ આશ્રમ તેમ જ ચિત્રકુટ આશ્રમના દર્શન શ્રદ્ધાળુઓ કરી શકે તેનું આયોજન કર્યું છે. આ કુંભ હજારો વર્ષોની પરંપરાનો સાક્ષી બનવાનો છે. મારા અંદાજે આ કુંભમાં પંદર કરોડથી વધુ શ્રદ્ધાળુઓ હાજર રહેશે એમ યોગીએ જણાવ્યું હતું.