CWC19: This Time World Cricket Will Get New Champion
  • Home
  • Sports
  • Cricket
  • આ વખતે દુનિયાને મળશે નવી ચેમ્પિયન ટીમ, ઇંગ્લેન્ડે ઑસ્ટ્રેલિયાનાં અભેદ્ય કિલ્લાને તોડ્યો

આ વખતે દુનિયાને મળશે નવી ચેમ્પિયન ટીમ, ઇંગ્લેન્ડે ઑસ્ટ્રેલિયાનાં અભેદ્ય કિલ્લાને તોડ્યો

 | 10:27 pm IST

દુનિયાને આ વખતે વર્લ્ડ કપની નવી ચેમ્પિયન ટીમ મળી રહી છે, જેનો નિર્ણય 14 જુલાઈનાં થશે. વર્લ્ડ કપ 2019ની ફાઇનલ લંડનનાં ઐતિહાસિક મેદાન લૉર્ડ્સ પર રમાશે. અત્યાર સુધી ઑસ્ટ્રેલિયા, ભારત, વેસ્ટઇન્ડીઝ, પાકિસ્તાન અને શ્રીલંકા જ વિશ્વ કપ જીતી શક્યા છે, પરંતુ આ વખતે દુનિયાને એક નવી ચેમ્પિયન ટીમ જોવા મળશે.

 27 વર્ષ બાદ ઇંગ્લેન્ડ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું

વર્લ્ડ કપ 2019ની પહેલી સેમિ-ફાઇનલમાં ભારતને હરાવીને ન્યૂઝીલેન્ડ બીજીવાર અને બીજી સેમિ-ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાને હરાવીને ઇંગ્લેન્ડ 27 વર્ષ બાદ ચોથીવાર વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું છે. રવિવાર 14 જુલાઈનાં લૉર્ડ્સમાં યજમાન ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલનો જંગ જામશે. આવામાં કહી શકીએ છીએ કે આ વખતે નવી ચેમ્પિયન ટીમ જોવા મળશે. આ બંને ટીમોએ અત્યાર સુધી એકપણ વાર વિશ્વ કપ જીત્યો નથી.

ન્યૂઝીલેન્ડે 2 વારની ચેમ્પિયન ભારતને હરાવ્યું

વિશ્વ કપની પાંચ વખતની ચેમ્પિયન અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઑસ્ટ્રેલિયાની ટીમને સેમિ-ફાઇનલમાં ઇંગ્લેન્ડે 8 વિકેટે હરાવ્યું છે. આ સાથે એરૉન ફિંચની કેપ્ટનશિપવાળી ઑસ્ટ્રેલિયાની ટીમની વર્લ્ડ કપની સફર પૂર્ણ થઈ ગઇ છે. ઑસ્ટ્રેલિયાઈ ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર કાંગારૂ ટીમ વર્લ્ડ કપની સેમિ-ફાઇનલમાં હારી ગઈ છે. આ પહેલા 2 વારની વર્લ્ડ કપની ચેમ્પિયન ટીમ ભારતનો ન્યૂઝીલેન્ડ સામે પરાજય થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન