This Travel Influencer’s All Pictures Have The Same Clouds
  • Home
  • Photo Gallery
  • આ મેડમ ફોટોશોપમાં કરી બેઠી એવી ભૂલ કે સોશિયલ મીડિયામાં થયા ધજાગરા PHOTOS

આ મેડમ ફોટોશોપમાં કરી બેઠી એવી ભૂલ કે સોશિયલ મીડિયામાં થયા ધજાગરા PHOTOS

 | 3:40 pm IST

સોશિયલ મીડિયા પર પોતાનો દબદબો અને ફોલોઅર્સને પોતાની તરફ આકર્ષિત કરવા માટે લોકો શું નથી કરતા. યૂઝર્સ પોતાની સારી-સારી તસવીરોથી ફોલોઅર્સની સંખ્યામાં વધારો કરે છે. કેટલીક વાર તસવીરો સારી ન આવે તો પણ તેને ફોટોશોપ દ્વારા એડિટીંગ કરી એવી બનાવે છે કે જોનારા મોહી જાય છે. પરંતુ અર્જેન્ટીનાની રહેવાસી એક ટ્રાવેલ બ્લોગર ટુપી પરાવીયા માટે આ દાવ અવળો પડી ગયો. ફોટોશોપના કારણે ટુપી ટ્રોલ થઇ ગઇ છે. મામલો ખુબ જ રસપ્રદ પણ છે, કારણ કે તેની દરેક તસવીરમાં આકાશમાં દેખાતા વાદળા હંમેશા એક સરખા જ હોય છે.

તમને જણાવી દઇએ કે, સોશિયલ મીડિયામાં ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર ઇન્ફ્લુએંસર્સને ફોલો કરનારની એક લાંબી ફોજ છે. આ પોતાની પોસ્ટને લઇ ફોલોઅર્સને પ્રભાવિત કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન