આ પ્રકારના લોકો હોય છે વધુ બુદ્ધિશાળી, જાણી લો તમે પણ - Sandesh
  • Home
  • Lifestyle
  • આ પ્રકારના લોકો હોય છે વધુ બુદ્ધિશાળી, જાણી લો તમે પણ

આ પ્રકારના લોકો હોય છે વધુ બુદ્ધિશાળી, જાણી લો તમે પણ

 | 11:35 am IST

સતત કોઇક ને કોઇક પ્રવૃતિમાં રહેતા લોકો કરતાં વિચારોમાં ખોવાઇને તેમજ શાંત સમય પસાર કરતા લોકો વધુ બુદ્ધિશાળી હોય છે. અમેરિકાના રિસર્ચરોએ લોકોની બૌદ્ધિક પ્રવૃત્તિ અને તેમની માનસિક વૈચારિક ક્ષમતાનો અભ્યાસ કરીને આ તારવ્યું છે. જો કે આ આંક ધરાવતા લોકો અન્ય લોકોની સાપેક્ષે વધુ બેઠાળુ જીવન ગાળે છે.

આ સાથે બુદ્ધિશાળી લોકોના મનમાં કંઇક ને કંઇક વૈચારિક પ્રક્રિયા ચાલતી હોવાને કારણે શાંત, બેઠાળુ જીવનથી તેઓ કંટાળતા નથી. પરંતુ જે લોકો પોતાના દૈનિક જીવનને ભાગદોડથી ભરી દેતા હોય છે, તેઓ પોતાના વિચારોથી ભાગતા હોય અથવા તો પોતાના મગજને વિચારવું પડે એવી સ્થિતિથી અકળાઇ જતા હોય એવું બની શકે છે.

જો કે રિસર્ચરોએ ઉંચો બુદ્ધિઆંક ધરાવતા લોકો અને એવરેજ બુધ્ધિઆંક ધરાવતા લોકોની દૈનિક જીવનચર્યાને માપવા માટે તેમના શરીર પર ખાસ ડિવાઇસ બાંધ્યું હતું. આ ડિવાઇસ તેમને દિવસમાં કેટલો સમય એક્ટિવિટીમાં ગાળ્યો તે બતાવ્યું હતું. એમાં નોંધાયું હતું કે, બુદ્ધિશાળી અને વિચારશીલ લોકો શાંતિપૂર્વક કામ કાઢી લેવાનું પ્રિફર કરતા હતા જયારે વિચારોથી ભાગનારા લોકો ઘણીબધી પ્રવૃતિઓ દ્રવારા પોતાને વ્યસ્ત રાખવાની કોશિશમાં હતા.