this-upay-do-to-get-your-money-back
  • Home
  • Astrology
  • આ એક ખાસ ઉપાય અજમાવી જૂઓ ગમે તેવા ફસાયેલા નાણાં નિકળી જશે

આ એક ખાસ ઉપાય અજમાવી જૂઓ ગમે તેવા ફસાયેલા નાણાં નિકળી જશે

 | 1:26 pm IST

એવા કેટલાયે લોકો છે જે મુસીબતના સમયે બીજા લોકોની મદદ કરે છે. કેટલાક તો એટલા દરિયા દિલ હોય છે કે કંઈ પણ સમજ્યા વિચાર્યાવીના બીજાની મદદ કરે છે. બીજાને ઉછીના પૈસા આપે છે. પણ કેટલાક લોકો એવા પણ છે જે આવા સારાપણાનો ફાયદો ઉઠાવે છે. કામ થઈ ગયા પછી પૈસા પરત આપતા નથી. આવા પૈસા પરત મળતા નથી અથવા તો માંગો ત્યારે નનૈયો સાંભળવા મળે છે.

જેના કારણે પૈસા આપનાર કે મદદ કરનારને માનસિક પીડાનો સામનો કરવાનો રહે છે. આવા વારંવાર અનુભવ થયા પછી ફરી ક્યારેય કોઈને મદદ કરવાની વાતથી જ ડર લાગે છે અથવા આવા ખરાબ અનુભવ પછી કોઈ સામે મદદ માટે હાથ નથી લંબાવતા.

જો તમે પણ કોઈને મુસીબતના સમયે આ રીતે મદદ કરી હોય અને તે વ્યક્તિ પાસે પૈસા આવી ગયા પછી એ પરત ન કરે. જ્યારે ધન પરત ન મળે સાથે સાથે સંબંધ ખરાબ થાય છે. આવું જો તમારી સાથે પણ થયુ હોય તો કરો આ ઉપાય. આ ઉપાયથી તમારા ફસાયેલા નાણાં પરત મળી જશે. જ્યોતિષ શાસ્ત્રમાં વર્ણવેલા આ ઉપાયથી તમે તમારા ફસાયેલાં નાણાં પરત મેળવી શકશો.

તો જાણો આ ખાસ ઉપાય

જો તમારૂં ધન કોઈ પાસે ફસાઈ ગયુ છે અને તે તમને પરત નથી કરતા તો ગુરૂવાર, શુક્રવાર કે પછી રવિવારના દિવસે સવારે સ્નાન કર્યા પછી ત્રાંબાના લોટામાં જળ ભરી તેમાં લાલ મરચાના 11 બી નાંખી સૂર્યદેવને અર્પિત કરો. અને સૂર્યદેવને તમારા નાણાં પરત મળે તે માટે દીલથી પ્રાર્થના કરો. સૂર્યનારાયણને જળ ચઢાવતા પહેલા ખુબજ ભાવ સાથે આ મંત્રનો જાપ કરો.

આદિત્યાય નમ:

આ મંત્રનો 108 વખત જાપ કરવાથી થોડા દિવસોમાં ધન લેનાર સામે ચાલીને તમારૂ ધન પાછુ આપી જશે.

રવિવારના દિવસે દેશી કપૂરને ત્રાંબાના પાત્રમાં નાગરવેલના પાન પર રાખીને પ્રજ્વલિત કરો. તેનાથી કાજળ બનાવી તેને એક ભોજપત્ર પર તે વ્યકિતનું નામ લખો જેણે તમારા નાણા ફસાવ્યા છે અથવા પરત નથી મળી રહ્યા. નામ લખ્યા પછી આ નામ લખેલ ભોજપત્ર પર જ્યાં તમે નામ લખ્યુ છે ત્યા સાત વખત થપથપાવો અને પછી એ વ્યક્તિનું નામ ઉચ્ચારી બોલો કે મારા નાણાં પરત કરે.

ત્યારબાદ એ ભોજપત્રને તમારી તિજોરીમાં કોઈ લાલ કપડામાં વીટી ઉપર નાનકડો પથ્થર મુકી દબાવીને રાખી દો આવુ કરવાથી કેટલાક દિવસોમાં જ તમને તમારા નાણા પરત આપી જશે. જેવા નાણા પરત મળે આ ભોજપત્રને વહેતા પાણીમાં મુકવાનું ન ભુલશો.

કેટલીક વાર મદદ કરનારને પણ પોતાના પૈસા પરત મેળવવા આવા ઉધામા નાખવા પડતા હોય છે. પોતાનાજ પૈસા જાણેકે ઉધાર માંગતા હોય તેવી ક્ષોભ ભરી સ્થિતિમાં મુકતા હવે નાણા ગયા એવુ ક્યારેક લાગે છે. આવા કડવા અનુભવથી પાર આવવા તમે પણ અજમાવી જૂઓ આ ખાસ ઉપાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન