make certain little changes in study, it will help to get better study
  • Home
  • Astrology
  • આ વાસ્તુ ટિપ્સ બુદ્ધિ ક્ષમતા વધારી આપશે સારી વિદ્યા

આ વાસ્તુ ટિપ્સ બુદ્ધિ ક્ષમતા વધારી આપશે સારી વિદ્યા

 | 1:32 pm IST

ટૂંક સમયમાં હવે પરીક્ષાની મોસમ શરૂ થવા જઈ રહી છે. આજે અમે તમને જણાવીશું કે કેવો માહોલ હોય તો વિદ્યા સારી ચડે..વાતાવરણની અસર બાળકના મન અને વ્યવહાર પર પડે છે. જો તમે ઈચ્છતા હોય તે તમારું બાળક હોશિયાર થાય. સારી વિદ્યા પ્રાપ્ત કરે, તો તેને અનુકૂળ માહોલ બનાવો. આ કાર્ય મુશ્કેલ નથી. બસ તમારે જરૂર છે વાંચન રૂમમાં થોડાં ફેરફાર કરવાની. જેથી બાળકને સકારાત્મક ઉર્જાનો અહેસાસ થાય. તેની બુદ્ધિ ખીલે. તે તેજસ્વી થઈને બહાર આવે.

બાળકોનો રૂમ વાસ્તુ પ્રમાણે હોય તેમને ઊંઘ સારી આવે છે, તેમની યાદશક્તિ વધે છે અને સેલ્ફ સ્ટડીમાં પણ તેમનું મન પરોવાય છે. પરિણામ સારું જોવા મળે છે. આ ટિપ્સ અપનાવો, જેથી થાય બાળકોની બુદ્ધિનો સારો વિકાસ…

વાસ્તુ ટિપ્સ જે આપશે સારી વિદ્યા

1.  નાના બાળકોનો બેડરૂમ હંમેશા પશ્ચિમ દિશામાં હોવો જોઈએ. દીકરીનો બેડ રૂમ ઉત્તર-પશ્ચિમમાં બનાવવો, તો દીકરા માટે ઉત્તર કે પૂર્વ દિશામાં બેડરૂમ બનાવવો.

2. ફર્નિચર દિવાલને અડાડીને નહીં, પણ કેટલાક ઈંચ દૂર હોવું જોઈએ.

3. બેડ દક્ષિણ દિશામાં જ મૂકવો જોઈએ. બેડની ચારે બાજુ થોડી ખુલ્લી જગ્યા હોવી જોઈએ. જો એ શક્ય ન હોય તો બેડ દક્ષિણ-પશ્ચિમ ખૂણે કે દક્ષિણમાં અથવા પશ્ચિમી ખૂણામાં મૂકી શકો છો.

4. સૂતી વખતે બાળકોએ પોતાનું માથું પૂર્વ દિશા તરફ મૂકવું. આનાથી તેમની સ્મરણ શક્તિ વધે છે.

5. કબાટ કે કેબિનેટને રૂમના દક્ષિણ કે પશ્ચિમ ભાગમાં મૂકવા.

6. બાળકોના બેડરૂમના દરવાજા ઉત્તર કે પૂર્વ દિશામાં હોય અને શક્ય હોય તો એક જ દરવાજો કરાવવો.

7. રૂમમાં બારી બારણાં જુદી જુદી દિશામાં હોઈ શકે છે. જો બારી પશ્ચિમ દિવાલ પર હોય, તો ઉત્તર કે પૂર્વ દિવાલ વચ્ચે બનેલી બારીની તુલનામાં નાની હોવી જોઈએ.

8. રૂમમાં જો સ્ટડી ટેબલ મૂકવું હોય તો તેને દક્ષિણ ખૂણે મૂકવું, જેના કારણે અભ્યાસ દરમિયાન બાળકનો ચહેરો ઉત્તર, પૂર્વ અથવા ઉત્તર-પૂર્વમાં હોય. તેના કારણે તે અભ્યાસમાં એકાગ્રતાથી ધ્યાન કેન્દ્રિત કરી શકે.

9. કોમ્પ્યુટર અને ટીવી બાળકોના રૂમમાં ન રાખવા જોઈએ. જો મૂક્યા હોય તો ટીવી દક્ષિણ-પૂર્વમાં અને કોમ્પ્યુટર પૂર્વ દિશામાં મૂકવા.

10. બાળકોના બેડરૂમમાં LCD મોનિટર ન લગાડવું જોઈએ. LCD મોનિટરમાં લગાવવામાં આવેલા કાચ નકારાત્મક ઊર્જાનું સંવાહક બને છે, તેથી તે બાળકોના રૂમ માટે સારું નથી.

11. બાળકોના રૂમમાં પીળો કે ઓફ વ્હાઈટ રંગ સૌથી સારો હોય છે. આ કલર તાજગી અને શાંતિ પ્રદાન કરે છે.

12. બાળકોના ઓરડામાં પ્રકાશ માટે લાઈટ દક્ષિણ-પૂર્વમાં લગાડવી. ધ્યાન રાખવું કે રૂમમાં સ્પૉટ લાઈટ તીવ્ર પ્રકાશવાળી ન હોય. તે માનસિક તાણનું કારણ બની શકે છે.

13. બાળકોના રૂમમાં માતા સરસ્વતીનો ફોટો રાખો. રોજ તેની પૂજા કરો.

આ વાસ્તુ ટિપ્સ અપનાવશો તો તમારું બાળક ભણવામાં અને બુદ્ધિશક્તિમાં અવ્વલ થશે.