This video of the cat and the rat is enough to understand the lockdown
  • Home
  • Featured
  • આ વીડિયો જોઈ કારણ વગર ઘર બહાર નીકળતા લોકોને પોતાના પર જ શરમ આવશે, તમે તો નથી ને?

આ વીડિયો જોઈ કારણ વગર ઘર બહાર નીકળતા લોકોને પોતાના પર જ શરમ આવશે, તમે તો નથી ને?

 | 1:42 pm IST

હાલમાં ગુજરાતની વાત કરીએ તો કુલ 53 લોકોને કોરોના પોઝિટીવ આાવ્યો છે. છતાં અમુક લોકો સમજી નથી રહ્યા અને કારણ વગરના આંટાફેરા કરી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં પણ ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. એવામાં લોકડાઉનને લઈ એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બતાવવામાં આવ્યું છે કે, ઘરમાં રહેવાનું એટલે ઘરમાં જ રહેવાનું.

વીડિયોમાં જોઈ શકાય છે કે, એક ઉંદર માણસના બૂટમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ બાજુમા ઉભેલી બિલાડી તેને બહાર આવવા નથી દેતી અને ધરાર અંદર પુરી રાખે છે. એવામાં જ્યારે જ્યારે ઉંદર બહાર કુદકા મારે છે ત્યારે ત્યારે બિલાડી એને પકડીનને અંદર પુરી દે છે. આ વીડિયો પરથી લોકોને શીખવાનું કહી રહ્યા છે કે, ઘરમાં રહો અને કારણ વગર બહાર ન નીકળો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન