This Viral Dance Video Has A Twist Confusing Everyone
  • Home
  • Featured
  • VIDEO: પ્રભુદેવા પણ માથું ખંજવાળે એવો અદ્ભૂત ડાન્સ, 4 યુવકો ઈન્ટરનેટ પર વાવાઝોડું લાવ્યા

VIDEO: પ્રભુદેવા પણ માથું ખંજવાળે એવો અદ્ભૂત ડાન્સ, 4 યુવકો ઈન્ટરનેટ પર વાવાઝોડું લાવ્યા

 | 11:10 am IST

અસાધારણ સ્ટાઈલ સાથે ડાન્સ કરતાં 4 યુવાનોનો એક વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ સ્ટેપ જોઈને ભારે મૂંઝવણમાં મૂકાઈ ગયા છે. ડાન્સ વીડિયોને યુઝર @cinnabar_dust, દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો. દર્શકો આ વીડિયો જોઈને એક જ બુમાબુમ કરી રહ્યા છે કે, વન્સ મોર વન્સ મોર.

વીડિયોમાં સ્ટ્રીટ ડાન્સર 3 ડી ફિલ્મનું મુકબલા ગીત વાગી રહ્યું છે અને ચાર શખ્સોનું એક ગૃપ જબરદસ્ત ડાન્સ કરી રહ્યું છે. તેમની આ જટિલ કોરિઓગ્રાફીએ ઘણા લોકોને પ્રભાવિત કર્યા. મોટાભાગના લોકો ડાન્સ જોઈને માંથુ ખંજવાળવા લાગ્યા કે આખરે આ કઈ રીતે સ્ટેપ કરી રહ્યા છે. ડાન્સ વીડિયોને બે દિવસ પહેલા જ શેર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. હવે અલગ અલગ પ્લેટફોર્મ પર આ વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. તો જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન