this viral video of jugaad rescue saving people from flood
  • Home
  • Featured
  • આવો ઉપયોગ જોઈને JCB બનાવનાર પણ મીઠું મીઠું મરકતો હશે, વીડિયો જોઈ ઈન્ટરનેટ ફિદા થયું!

આવો ઉપયોગ જોઈને JCB બનાવનાર પણ મીઠું મીઠું મરકતો હશે, વીડિયો જોઈ ઈન્ટરનેટ ફિદા થયું!

 | 4:56 pm IST

એક કાર પાણીમાં ફસાઈ ગઈ. જે રીતે પાણીનો પ્રવાહ ધસમસી રહ્યો હતો એ જોઈને લાગતુ હતું કે પાણીનો પ્રવાહ કારને તાણીને લઈ જશે. કારની છત પર 3 લોકો બેઠા હતા અને કોઈ તેને બચાવે એની રાહ જોતા હતા. એવામાં જ સાઈડમાંથી એક JCBની એન્ટ્રી થાય છે. પાણીને ચીરતી આવે છે અને આ 3 લોકોને બચાવી લે છે. એવો જૂગાડ કરીને બચાવ્યા કે ઈન્ટરનેટ ફિદા ફિદા થઈ ગયું.

દિપાંશુ કાબરાએ આ વીડિયો શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે જૂગાડ રેસ્ક્યૂ. આ વીડિયો ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે. હાલમાં તો દરેક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે અને લોકોને આ આઈડિયા ખુબ પસંદ પડી રહ્યો છે. આ વીડિયો ક્યાંનો છે એ વિશે કોઈ જાણકારી મળી નથી. પરંતુ કેટલાક લોકો એવો દાવો કરી રહ્યા છે કે સાઉદીનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન