how to port your number to jio connection here are the steps to follow
  • Home
  • Featured
  • તમારા મોબાઇલ નંબરને JIOમાં આ રીતથી Port કરાવી શકશો

તમારા મોબાઇલ નંબરને JIOમાં આ રીતથી Port કરાવી શકશો

 | 4:51 pm IST

કેટલાક ગ્રાહકો થાકી જાય છે તેની કંપનીથી સારૂ નેટવર્ક ન મળે. સારો ડેટા પેક ન મળે તો પોર્ટેબીલીટી કરાવી દેવાથી તમે તેજ નંબર પણ કંપની બદલી શકો છો. જો તમે તમારો નંબર પોર્ટ કરાવવાનું વિચારી રહ્યા હોવ અને તમને JIOમાં પોતાનો નંબર પોર્ટ કરાવવાનું પ્લાનિંગ હોય તો આ સમાચાર તમારા માટે કામના છે. તમે ખૂબ જ સહેલાઈથી તમારો નંબર આ સ્ટેપ ફોલો કરી અને JIOમાં Port કરાવી શકો છો. જાણો કેવી રીતે નંબર Port થશે.

આવી રીતે નંબર PORT કરો

સૌથી પહેલાં Text Message ઓપન કરો, New Message પર ટેપ કરો. ત્યારબાદ મેસેજ બૉક્સમાં ટાઇપ કરો, ‘PORT <10 digit mobile number>’ અને મેસેજ 1900 પર સેન્ડ કરી દો. તમને એક મેસેજ મળશે જેમાં યૂનિક પોર્ટિંગ કોડ (UPC)અને તેની એક્સપાયરી ડેટ લખેલી હશે. તેને લઈને નજીકના રિલાયન્સ ડિજિટલ સ્ટોર પર જવાનું રહેશે.

UPC લઈને જ્યારે સ્ટોર પર જાવ તો સાથે એડ્રેસ પ્રૂફ, આઇડેન્ટિટી પ્રૂફ માટે ડોક્યૂમેન્ટ્સ સાથે રાખવા. આ ઉપરાંત KYC પ્રોસેસ માટે આધાર કાર્ડ પણ સાથે રાખવું. સરકારના નિર્દેશ મુજબ, 7 દિવસમાં તમારો નંબર PORT થઈ શકે છે. નંબર PORT કરતા પહેલાં તમારા અગાઉના મોબાઇલ સર્વિસ પ્રોવાઇડરનું બિલ ચુકવી દેવું જરૂરી છે.
આમ હવે ખુબજ સહેલાઈથી તમે તમારો નંબર બદલ્યા વગર કંપની બદલી શકશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન