આ સપ્તાહે તેજીમાં નફો બુક કરતા રહેવું - Sandesh
NIFTY 10,155.25 +30.90  |  SENSEX 33,136.18 +139.42  |  USD 65.2050 +0.02
1.6M
1M
1.7M
APPS

આ સપ્તાહે તેજીમાં નફો બુક કરતા રહેવું

 | 12:13 am IST

બજારોનું ભવિષ્ય :- હસમુખ પટેલ

(તા. ૫-૩-૧૮થી તા. ૯-૩-૧૮ સુધીનું)

શેરબજાર : આ સપ્તાહના ગ્રહયોગ જોતાં શેરબજારમાં તેજી જોવા મળે. નીચા મથાળે તેજીવાળાની તથા સંસ્થાકીય થોડી ઘણી લેવાલી નીકળતી જણાય. આ સપ્તાહમાં મીન રાશિમાં બુધ તથા શુક્રનું ભ્રમણ બજારમાં થોડો ઘણો સુધારો લાવે. મિડકેપ તથા ઓલ્ડ ઈકોનોમિક શેરોમાં થોડો સુધારો જોવા મળે. સપ્તાહના મધ્યે એકાદ તેજીનો ઉછાળો આવે. આ તેજીમાં નફો પણ બુક કરતાં રહેવું. આઈટી સેક્ટર તથા ફાર્મા સેક્ટરોમાં પણ તેજી જોવા મળે. છતાં મોટી તેજીના સંજોગો જણાતાં નથી. વધઘટ સંકળાતી જણાય. સપ્તાહના અંતે વધઘટે બજાર ટકેલું રહે. સેન્સેક્સ તથા નિફ્ટી આંક આ સપ્તાહમાં વધઘટે તેજ જોવા મળે તેવું ગ્રહોની દૃષ્ટિએ જણાય છે.

એરંડા, તેલ, તેલીબિયાં : આ સપ્તાહના ગ્રહયોગ જોતાં એરંડામાં મંદી જોવા મળે. સ્ટોકિસ્ટોની માગનો અભાવ રહે. ઘરાકી ઘટતી જણાય. સપ્તાહના અંત સુધી એરંડામાં મંદી જોવા મળે.

અનાજ-કઠોળ :  આ સપ્તાહના ગ્રહયોગ જોતાં ઘઉં, ચોખા, બાજરી, જુવાર વગેરેમાં મંદી જોવા મળે. સ્ટોકિસ્ટોની પૂછપરછ ઘટતી જણાય. ખરીદીનો અભાવ જણાય. સપ્તાહના અંત સુધી અનાજમાં મંદી જોવા મળે.

સોના-ચાંદી : આ સપ્તાહના ગ્રહયોગ જોતાં સોનામાં મંદી જોવા મળે. ખરીદી ઘટતી જણાય. નાણાભીડની તીવ્ર અસર કે અન્ય કારણોસર સ્થાનિક તથા દેશાવરની લેવાલીનો અભાવ રહે. સપ્તાહના અંત સુધી સોનામાં મંદી જોવા મળે.

રૂ-કાપડ :  આ સપ્તાહના ગ્રહયોગ જોતાં રૂમાં તેજી જોવા મળે. રૂની કેટલીક સારી જાતોમાં ખરીદી સુધરતી જણાય. મીન રાશિમાં શુક્રનું ભ્રમણ રૂમાં તેજી જોવા મળે. મિલર્સની માગ વધતાં સપ્તાહના અંત સુધી રૂમાં તેજી જોવા મળે.

આ સપ્તાહમાં કાપડ માર્કેટમાં તેજી જોવા મળે. સ્થાનિક ઘરાકી નીકળતી જણાય. રેડીમેડ ગારમેન્ટ તથા કાપડની કેટલીક સારી જાતોમાં લેવાલી નીકળતી જણાય. પાવરલુમ્સ તથા પ્રોસેસ હાઉસમાં પણ કામકાજ સુધરતું જોવા મળે. જેને કારણે કાપડ માર્કેટમાં આશાજનક વાતાવરણ જોવા મળે તેવું ગ્રહોની દૃષ્ટિએ જણાય છે.

;