આ સપ્તાહે ઊંચા ભાવે વેચીને વેપાર કરવો જરૂરી - Sandesh

આ સપ્તાહે ઊંચા ભાવે વેચીને વેપાર કરવો જરૂરી

 | 4:46 am IST

બજારોનું ભવિષ્યઃ હસમુખ પટેલ

(તા. ૧-૧-૧૮થી તા. ૬-૧-૧૮ સુધીનું)

શેરબજાર : ગત સપ્તાહમાં શેરબજારમાં બંને તરફી વધઘટ જોવા મળી. ક્રિસમસ વેકેશનને કારણે એફઆઈઆઈવાળા બજારથી દૂર હોવાથી વધઘટ સંકળાતી જોવા મળી, તો જોઈએ હવે આ સપ્તાહમાં ગ્રહો બજારને કઈ તરફ લઈ જશે.

આ સપ્તાહના ગ્રહયોગ જોતાં શેરબજારમાં મંદી જોવા મળે. સપ્તાહના આરંભે કોઈ પણ ખરાબ સમાચાર આવે કે અન્ય કારણોસર એફઆઈઆઈવાળાની તથા મ્યુચ્યુઅલ ફંડવાળાની મોટી વેચવાલી આવે. સપ્તાહના આરંભે બજારમાં મંદી જોવા મળે. બેન્ક નિફ્ટીમાં પણ નરમાઈ જોવા મળે. તા. ૧, ૨ બજાર મંદી તરફી રહે. આ સપ્તાહમાં ધન રાશિમાં સૂર્ય, શુક્ર તથા શનિનું ભ્રમણ બજારમાં મંદી લાવે, જેથી ઇન્વેસ્ટરોએ દરેક ઉછાળે વેચી વેપાર કરવો. તેજીના વેપારથી દૂર રહેવું. આ સપ્તાહમાં ઉછાળે વેચનારની જીત જણાય. સેન્સેક્સ તથા નિફ્ટીઆંક સપ્તાહના અંતે વધઘટે નરમ જોવા મળે તેવું ગ્રહોની દૃષ્ટિએ જણાય છે.

એરંડા, તેલ, તેલીબિયાં : આ સપ્તાહના ગ્રહયોગ જોતાં એરંડામાં તેજી જોવા મળે. સ્ટોકિસ્ટોની માગ વધતી જણાય. ઘરાકી નીકળતી જણાય. સપ્તાહના અંત સુધી એરંડામાં તેજી જોવા મળે. ખાદ્યતેલ, સિંગતેલ, અળસીતેલ વગેરેમાં પણ તેજી જોવા મળે. સ્થાનિક તથા દેશાવરની લેવાલી નીકળતી જણાય. અળસી, કપાસિયા, રાયડો વગેરેમાં સપ્તાહના અંત સુધી તેજી જોવા મળે.

અનાજ-કઠોળ : આ સપ્તાહના ગ્રહયોગ જોતાં ઘઉં, ચોખા, બાજરી, જુવાર વગેરેમાં મંદી જોવા મળે. ઘરાકી ઘટતી જણાય. સ્થાનિક તથા દેશાવરની લેવાલીનો અભાવ જણાય. સપ્તાહના અંત સુધી અનાજમાં મંદી જોવા મળે. વાલ, વટાણા, મગ, મઠ, ચણા, તુવેર વગેરેમાં મંદી જોવા મળે. સ્ટોકિસ્ટોની માગ ઘટતી જણાય. સપ્તાહના અંત સુધી કઠોળમાં મંદી જોવા મળે.

સોના-ચાંદી : આ સપ્તાહના ગ્રહયોગ જોતાં સોનામાં તેજી જોવા મળે. ખરીદી સુધરતી જણાય. સ્થાનિક તથા દેશાવરની લેવાલી નીકળતી જણાય. સપ્તાહના અંત સુધી સોનામાં તેજી જોવા મળે.   આ સપ્તાહમાં ચાંદીમાં પણ તેજી જોવા મળે. સ્ટોકિસ્ટોની પૂછપરછ નીકળતી જણાય. ઔદ્યોગિક વપરાશકારોની માગ વધતી જણાય. સપ્તાહના અંત સુધી ચાંદીમાં તેજી જોવા મળે.

રૂ-કાપડ : આ સપ્તાહના ગ્રહયોગ જોતાં રૂમાં મંદી જોવા મળે. રૂની કેટલીક સારી જાતોમાં ખરીદીનો અભાવ રહે. મિલર્સની માગ ઘટતી જણાય. સપ્તાહના અંત સુધી રૂમાં મંદી જોવા મળે.   આ સપ્તાહમાં કાપડમાર્કેટમાં પણ મંદી જોવા મળે. સ્થાનિક ખરીદીનો અભાવ રહે. રેડિમેડ ગાર્મેન્ટ તથા કાપડની કેટલીક સારી જાતોમાં લેવાલીનો અભાવ રહે. પાવરલૂમ્સ તથા પ્રોસેસહાઉસમાં પણ કામકાજ ઠંડું જોવા મળે. જેને કારણે કાપડમાર્કેટમાં નિરાશાજનક વાતાવરણ જોવા મળે તેવું ગ્રહોની દૃષ્ટિએ જણાય છે.