આ સપ્તાહે ભાવો તથા ભાવાંકો સ્થિર થવા પ્રયત્ન કરશે - Sandesh
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • આ સપ્તાહે ભાવો તથા ભાવાંકો સ્થિર થવા પ્રયત્ન કરશે

આ સપ્તાહે ભાવો તથા ભાવાંકો સ્થિર થવા પ્રયત્ન કરશે

 | 1:27 am IST

ચાર્ટ કોરિડોરઃ ધર્મેશ ભટ્ટ

બી.એસ.ઈ. ઈન્ડેક્સ (૩૪,૦૦૫) : મિત્રો, બી.એસ.ઈ. ઈન્ડેક્સ ગત સંપૂર્ણ સપ્તાહમાં તેના આગલા સાપ્તાહિક બંધ ૩૫,૦૬૭ સામે ગેપમાં નીચે તરફ ૩૪,૭૧૯ના મથાળે ખૂલી સામાન્યતઃ ૩૪,૮૭૪ની ઊંચી સપાટી સ્પર્શ્યા બાદ વૈશ્વિક સ્તરે સેન્ટિમેન્ટ ખરાબ થતાં ભારે અફરાતફરી વચ્ચે ૩૩,૪૮૨ની નીચી સપાટી સ્પર્શી અંતે ૩૪,૦૦૫ના મથાળે બંધ રહેલ છે, જે તેના આગલા સાપ્તાહિક બંધ ૩૫,૦૬૭ની સરખામણીમાં ૧,૦૬૨ પોઈન્ટનો મૂંઝવણભર્યો ઘટાડો દર્શાવે છે. સપ્તાહ દરમિયાન વૈશ્વિક પરિબળોએ મુખ્ય ભાગ ભજવ્યો હતો. તદુપરાંત ત્રિમાસિક કોર્પોરેટ પરિણામોની અસર પણ ભાવો પર જોવાઈ હતી. એકંદરે આંતર પ્રવાહો મૂંઝવણભર્યાથી નબળા જણાય છે.

હવે ચાર્ટની દૃષ્ટિએ ઈન્ડેક્સની ઓવરઓલ ચાલ વિચારીએ તો…. ૩૦,૦૦૦ તથા ૨૮,૦૦૦ નજીકના તથા ૨૫,૦૦૦ના મજબૂત ટેકાને અનુલક્ષી ૨૨,૫૦૦ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં વધઘટે ૪૩,૮૦૦નો આંક આવશે.

હવે ચાર્ટની દૃષ્ટિએ ઈન્ડેક્સની ચાલ આગામી સપ્તાહ માટે વિચારીએ તો… ૩૩,૮૪૯ નજીકનો તથા ૩૩,૭૬૨ મહત્ત્વનો ટેકાને ધ્યાને લેવાલી જોવાશે. લેણમાં ૩૩,૬૧૦નો ચુસ્ત સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૩૪,૪૧૦-૩૪,૪૬૫ નજીકની તથા ૩૪,૬૬૭ મહત્ત્વની પ્રતિકાર સપાટી છે. ૩૪,૬૬૭ પાર થતાં ૩૪,૮૬૬ તથા ૩૫,૦૨૭ના ઝડપી ઉછાળા જોવાશે. ઉછાળે નફારૂપી વેચવાલી રહેશે. નીચામાં ૩૩,૬૧૦ નીચે બંધ આવતાં ફ્રેશ વેચવાલી થકી ૩૩,૩૪૫તથા ૩૩,૦૩૫નો ભારે ઘટાડો જોવાશે.

નિફ્ટી ફેબ્રુઆરી ફ્યૂચર (૧૦,૪૭૦) : ૧૦,૪૩૫ તથા ૧૦,૩૭૫ મહત્ત્વના ટેકા છે. લેણમાં ૧૦,૩૪૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૧૦,૫૫૬-૧૦,૫૭૩ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૧૦,૫૭૩ ઉપર બંધ આવતાં ૧૦,૬૯૮ તથા ૧૦,૭૪૫ના ઉછાળા જોવાશે. નીચામાં ૧૦,૩૪૦ નીચે બંધ આવતાં ૧૦,૨૧૧ તથા ૧૦,૧૧૦નો ભારે ઘટાડો જોવાશે.

બેન્ક નિફ્ટી ફ્યૂચર (૨૫,૫૧૩) : ૨૫,૫૧૩) : ૨૫,૩૫૬ તથા ૨૫,૧૫૨ મહત્ત્વના ટેકા ધ્યાનમાં રાખવા. લેણમાં ૨૫,૧૫૨નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૨૫,૮૬૦-૨૫,૯૦૦ નજીકની તથા ૨૬,૧૪૮ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૨૬,૧૪૮ પાર થતાં ૨૬,૩૬૭ તથા તે ઉપર બંધ આવ્યા બાદ ૨૬,૮૨૭ના ઉછાળા જોવાશે. ઉછાળે નફારૂપી વેચવાલી રહેશે. નીચામાં ૨૫,૧૫૨ નીચે બંધ આવતાં ૨૪,૮૭૬ તથા ૨૪,૫૬૪નો ભારે ઘટાડો જોવાશે.

ઈન્ડિગો (૧,૨૬૦) : ૧,૨૪૮ તથા ૧,૨૩૧ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૧,૨૧૬નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૧,૨૭૫ તથા ૧,૨૯૯ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૧,૨૯૯ પાર થતાં ૧,૩૧૭, ૧,૩૬૮ તથા તે બાદ ૧,૪૫૦નો સુધારો જોવાશે.

સિયાટ (૧,૫૪૮) : ૧,૫૩૭ તથા ૧,૫૨૨ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૧,૪૭નો ચુસ્ત સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૧,૫૯૦, ૧,૬૧૧ તથા ૧,૬૩૬ના ઉછાળા જોવાશે.

બીઈએમએલ (૧,૨૫૩) : ૧,૨૩૦ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૧,૧૯૩નો ચુસ્ત સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૧,૨૯૨, ૧,૩૧૭ તથા ૧,૩૫૫ના ઉછાળા જોવાશે.

ઈન્ડસઈન્ડ બેન્ક (૧,૬૫૨) : ૧,૬૭૮ તથા ૧,૬૯૨ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. ૧,૭૧૬નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧,૬૧૨ તથા ૧,૫૮૪નો ઘટાડો જોવાશે.

એલઆઈસી હાઉસિંગ (૫૧૧) : ૫૧૯ પાર થતાં ૫૩૮ તથા ૫૫૧ના ઉછાળા જોવાશે. નીચામાં ૫૦૧ મહત્ત્વનો ટેકો છે, જે તૂટતાં ૪૮૦ તથા તે બાદ ૪૬૭નો ઘટાડો જોવાશે.

ભારત ફાઈનાન્સ (૯૯૯) : ૯૭૯ તૂટતાં ભારે નફારૂપી વેચવાલી થકી ૯૪૫ તથા ૯૨૪નો ભારે ઘટાડો જોવાશે. ઉપરમાં ૧,૦૧૭ તથા ૧,૦૩૪ મહત્ત્વની પ્રતિકાર સપાટી છે.

એલ એન્ડ ટી ફાઈનાન્સ (૧૬૪) : ૧૬૮ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૧૭૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧૫૫ તથા તે નીચે બંધ આવતાં ૧૪૩નો ઘટાડો જોવાશે.

આઈસીઆઈસીઆઈ પુ. લાઈફ (૪૧૬) : ૪૦૮ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૩૯૫નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૪૩૨ તથા તે ઉપર બંધ આવતાં ૪૬૨નો ઉછાળો જોવાશે.

હિંદ પેટ્રો (૩૯૫) : ૩૮૬ અત્યંત મહત્ત્વનો ટેકો છે. જે તૂટતાં ૩૭૨ તથા ૩૬૩નો ઘટાડો જોવાશે. ઉપરમાં ૪૦૫ તથા ૪૦૯ મહત્ત્વની પ્રતિકાર સપાટી છે.