આ સપ્તાહે વેચનારની જીત જણાય - Sandesh

આ સપ્તાહે વેચનારની જીત જણાય

 | 1:03 am IST

બજારોનું ભવિષ્યઃ  હસમુખ પટેલ

(તા. ૩-૯-૧૮થી તા. ૭-૯-૧૮ સુધીનું)

શેરબજાર : છેલ્લા કેટલાક સમયથી શેરબજારમાં નવો ને નવો હાઇ ઇન્ડેક્સ જોવા મળી રહ્યો છે છતાં શેરોની કેટલીક જાતોમાં તથા મિડકેપ શેરોમાં નીચા ભાવ જોવા મળે છે. આ તેજીમાં ઇન્વેસ્ટરોને જોઇએ તેવો લાભ મળ્યો હોય તેવું લાગતું નથી. મિડકેપ તથા સ્મોલકેપ શેરોમાં તેજીની રાહ જોઇ રહ્યા છે. તો જોઇએ હવે આ સપ્તાહના ગ્રહો બજારને કઇ તરફી  લઇ જશે. આ સપ્તાહના ગ્રહયોગ જોતાં શેરબજારમાં મંદીનો માહોલ જોવા મળે. સપ્તાહના આરંભે બજાર ટકેલું રહે. બજારમાં કોઇ પણ નેગેટિવ કારણ આવે અને બજારમાં વેચવાલી આવે. આ સપ્તાહમાં શનિ પણ માર્ગી થતો હોવાથી બજારમાં મંદી લાવે. સપ્તાહના મધ્યે એટલે કે તા. ૪, ૫ બજારમાં મંદી જોવા મળે. બેન્ક શેર તથા ફાર્મા શેરોમાં ઘટાડો જોવા મળે. ઉછાળે વેચનારની જીત જણાય. એરંડા, તેલ, તેલીબિયાં :  આ સપ્તાહના ગ્રહયોગ જોતાં એરંડામાં તેજી જોવા મળે. સ્ટોકિસ્ટોની માગ વધતી જણાય. ઘરાકી સુધરતી જણાય. સપ્તાહના અંત સુધી એરંડામાં તેજી જોવા મળે.

અનાજ-કઠોળ :  આ સપ્તાહના ગ્રહયોગ જોતાં ઘઉં, ચોખા, બાજરી, જુવાર વગેરેમાં તેજી જોવા મળે. ઘરાકી નીકળતી જણાય. સ્થાનિક તથા દેશાવરની પૂછપરછ સુધરતી જણાય. સપ્તાહના અંત સુધી અનાજમાં તેજી જોવા મળે.

સોના-ચાંદી :  આ સપ્તાહના ગ્રહયોગ જોતાં સોનામાં તેજી જોવા મળે. ખરીદી સુધરતી જણાય. સ્થાનિક તથા દેશાવરની લેવાલી નીકળતી જણાય. સપ્તાહના અંત સુધી સોનામાં તેજી જોવા મળે.

રૂ-કાપડ :  આ સપ્તાહના ગ્રહયોગ જોતાં રૂમાં તેજી જોવા મળે. રૂની કેટલીક સારી જાતોમાં ખરીદી નીકળતી જણાય. મિલર્સની માગ વધતી જણાય. સપ્તાહના અંત સુધી રૂમાં તેજી જોવા મળે. આ સપ્તાહમાં કાપડ માર્કેટમાં તેજી જોવા મળે.  સ્થાનિક ઘરાકી નીકળતી જણાય. રેડીમેડ ગારમેન્ટ તથા કાપડની કેટલીક સારી જાતોમાં લેવાલી નીકળતી જણાય. પાવરલુમ્સ તથા પ્રોસેસ હાઉસમાં પણ કામકાજ સુધરતું જોવા મળે. જેને કારણે કાપડ માર્કેટમાં આશાજનક વાતાવરણ જોવા મળે તેવું ગ્રહોની દૃષ્ટિએ જણાય છે.