આ સપ્તાહે બજારમાં બેતરફી વધઘટ રહે - Sandesh

આ સપ્તાહે બજારમાં બેતરફી વધઘટ રહે

 | 3:24 am IST

બજારોનું ભવિષ્યઃ  હસમુખ પટેલ

(તા. ૧૦-૯-૧૮થી તા. ૧૪-૯-૧૮ સુધીનું)

શેરબજાર :  ગત્ સપ્તાહમાં શેરબજારમાં મંદી જોવા મળી. યુ.એસ. તથા એશિયન માર્કેટોમાં પણ ભારે વેચવાલી આવી. મેં જણાવ્યું હતું કે, બજારમાં મંદી જોવા મળશે અને જોવા મળી. રૂપિયો ખરાબ થયો અને ક્રૂડ વધતું ગયું. આવા નેગેટિવ કારણ પાછળ બજારમાં વેચવાલી આવી. તો જોઇએ હવે આ સપ્તાહના ગ્રહો બજારને કઇ તરફી લઇ જશે.

આ સપ્તાહના ગ્રહયોગ જોતાં શેરબજારમાં બંને તરફી વધઘટ જોવા મળે. સપ્તાહના આરંભે શેરબજારમાં મંદી જોવા મળે. યુ.એસ. કે એશિયન માર્કેટોની નરમાઈ કે અન્ય કારણોસર વેચવાલી આવે. તા. ૧૧ બજારમાં મંદી જોવા મળે. આ મંદી પણ લાંબો સમય ટકે નહીં. આમ આ સપ્તાહમાં બંને તરફી વધઘટ રહે. નફો બુક કરી વેપાર કરવો. સેન્સેક્સ તથા નિફ્ટી આંક વધઘટે ટકેલો રહે તેવું ગ્રહોની દૃષ્ટિએ જણાય છે.

એરંડા, તેલ, તેલીબિયાં :  આ સપ્તાહના ગ્રહયોગ જોતાં એરંડામાં બંને તરફી વધઘટ જોવા મળે. સપ્તાહના આરંભે એરંડામાં તેજી જોવા મળે. ઘરાકી નીકળતી જણાય પણ તેજી લાંબો સમય ટકે નહીં. સ્ટોકિસ્ટોની માગ ઘટતાં વધઘટે સપ્તાહના અંતે એરંડામાં મંદી જોવા મળે.

અનાજ-કઠોળ :  આ સપ્તાહના ગ્રહયોગ જોતાં ઘઉં, ચોખા, બાજરી, જુવાર વગેરેમાં તેજી જોવા મળે. સ્થાનિક તથા દેશાવરની માગ વધતી જણાય. ઘરાકી નીકળતી જણાય. સપ્તાહના અંત સુધી અનાજમાં તેજી જોવા મળે.

સોના-ચાંદી : આ સપ્તાહના ગ્રહયોગ જોતાં સોનામાં તેજી જોવા મળે. ખરીદી નીકળતી જણાય. સ્થાનિક તથા દેશાવરની લેવાલી નીકળતી જણાય. સપ્તાહના અંત સુધી  સોનામાં તેજી જોવા મળે.

રૂ-કાપડ : આ સપ્તાહના ગ્રહયોગ જોતાં રૂમાં તેજી જોવા મળે. રૂની કેટલીક સારી જાતોમાં ખરીદી નીકળતી જણાય. મિલર્સની માગ વધતી જણાય. સપ્તાહના અંત સુધી રૂમાં તેજી જોવા મળેે તેવું ગ્રહોની દૃષ્ટિએ જણાય છે.